logo-img
Gst Gift Before Diwali Now Buying Cars And Bikes Is Cheaper

દિવાળી પહેલા GST ભેટ, હવે કાર અને બાઇક ખરીદવી સસ્તી! : જાણો કયા વાહનમાં કેટલાનો ફાયદો?

દિવાળી પહેલા GST ભેટ, હવે કાર અને બાઇક ખરીદવી સસ્તી!
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 04, 2025, 11:20 AM IST

સામાન્ય લોકોને રાહત આપતાં, સરકારે 350cc સુધીની નાની કાર અને મોટરસાયકલ પરનો GST 28% થી ઘટાડીને 18% કર્યો છે. નવો દર 22 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવશે. આ સાથે, થ્રી-વ્હીલર અને પરિવહન માટે વપરાતા વાહનો પર પણ ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. ઓટો ઇંડસ્ટ્રી માને છે કે, આ નિર્ણયથી તહેવારોની મોસમ દરમિયાન વાહનોના વેચાણમાં વધારો થશે. જાણો વિગતવાર.પેટ્રોલ અને CNG કારનો દર

હવે 1200cc સુધીની પેટ્રોલ, પેટ્રોલ હાઇબ્રિડ, LPG અને CNG કાર પર ફક્ત 18% GST લાગશે. જોકે, આ છૂટ ફક્ત તે વાહનોને જ મળશે જેમની લંબાઈ 4 મીટરથી ઓછી છે. અગાઉ આ વાહનો પર 28% ટેક્સ ચૂકવવો પડતો હતો.

1500cc સુધીની ડીઝલ કાર

ડીઝલ અને ડીઝલ હાઇબ્રિડ કાર ખરીદનારાઓને પણ ફાયદો થશે. હવે 1500cc સુધીની ડીઝલ કાર અને 4 મીટર સુધીની લંબાઈવાળા વાહનો પર ફક્ત 18% GST ચૂકવવો પડશે.બાઇક અને થ્રી-વ્હીલર

હવે 350cc સુધીની મોટરસાઇકલ પર ફક્ત 18% ટેક્સ લાગશે. પહેલા આ દર 28% હતો. થ્રી-વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનો પણ હવે સસ્તા થશે કારણ કે, તેમના પરનો ટેક્સ પણ ઘટાડીને 18% કરવામાં આવ્યો છે.

મોટા અને લક્ઝરી વાહનો પર હવે કેટલો ટેક્સ લાગશે?ચાલો તમને જણાવી દઈએ કે નાના વાહનોને રાહત મળી છે, પરંતુ લક્ઝરી કાર અને મોટી બાઇક પર હવે 40% GST લાગશે. 1200cc થી વધુની પેટ્રોલ કાર, 1500cc થી વધુની ડીઝલ કાર અને 350cc થી વધુ ક્ષમતા ધરાવતી મોટરસાઇકલ આ શ્રેણીમાં આવશે. SUV, MUV, MPV અને XUV જેવા મોટા વાહનો તેમજ હેલિકોપ્ટર, યાટ અને સ્પોર્ટ્સ વાહનો પર પણ આ જ દર લાગુ પડશે. જોકે, હવે લક્ઝરી વાહનો પરનો કુલ ટેક્સ પણ ઓછો થશે. હાલમાં, 28% GST અને 22% સેસ, એટલે કે કુલ 50% ટેક્સ તેમના પર વસૂલવામાં આવતો હતો. નવી સિસ્ટમમાં, હવે ફક્ત 40% GST લાગશે અને સેસ લેવામાં આવશે નહીં.

ઓટો ઇંડસ્ટ્રી અને ગ્રાહકોને ફાયદો

છેલ્લા કેટલાક વર્ષોથી, નવી ટેકનોલોજી, કડક નિયમો અને સલામતી ધોરણોને કારણે વાહનોના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. ટુ-વ્હીલર કંપનીઓ પણ લાંબા સમયથી GST માં ઘટાડો કરવાની માંગ કરી રહી હતી. સરકારના આ નિર્ણયથી હવે નાની કાર અને બાઇકના વેચાણમાં વધારો જોવા મળી શક્શે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now