Mark Zuckerberg: અમેરિકામાં એક વકીલે Facebook ની કંપની META વિરુદ્ધ કેસ કર્યો છે. કેસ દાખલ કરવાનું કારણ પણ ખૂબ જ રસપ્રદ છે, કારણ કે વકીલનું નામ પણ Mark Zuckerberg છે. તેમનું કહેવું છે કે, ફેસબુક વારંવાર તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી રહ્યા છે, જેના કારણે તેમને હજારો ડોલરનું વ્યવસાયનું નુકસાન થયું છે. અહેવાલ છે કે, મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ કંપનીએ માફી માંગી છે. ખાસ વાત એ છે કે, ફેસબુકના સ્થાપકનું નામ પણ Mark Zuckerberg છે.
Mark Zuckerberg નો શું આરોપ હતો?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતના વકીલ Zuckerberg કહે છે કે, કંપનીએ ખોટા કારણોસર તેમનું એકાઉન્ટ બ્લોક કર્યું છે. તેઓ 38 વર્ષથી કાયદાકીય વ્યવસાયમાં છે. તેમનો આરોપ છે કે, ફેસબુકે છેલ્લા 8 વર્ષમાં 5 વખત તેમનું એકાઉન્ટ બ્લોક કર્યું છે અને દરેક વખતે તેમના પર કોઈ બીજા હોવાનો ઢોંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. વકીલનો એવો પણ આરોપ છે કે, વારંવારના પ્રતિબંધોથી તેમની પ્રેક્ટિસ પર અસર પડી છે. તેમણે Marion Superior Court માં કેસ દાખલ કર્યો અને દાવો કર્યો કે, META એ $11,000 ની કિંમતની જાહેરાત દૂર કરીને તેના કરારનું ઉલ્લંઘન કર્યું છે.
META એ શું જવાબ આપ્યો?
ઝુકરબર્ગ કહે છે કે, તેમણે ફોટો આઈડી, ક્રેડિટ કાર્ડ અને પોતાના ઘણા ફોટા સહિત અનેક ઓળખપત્રો આપ્યા છે. તેમણે કહ્યું, 'મેં તેમણે જે કહ્યું તે કર્યું. તેમણે મને કહ્યું કે, જો તમને લાગે કે સસ્પેન્શન વાજબી નથી તો તમે અપીલ કરી શકો છો, તેથી મેં બીજા જ દિવસે અપીલ કરી. મને આ અંગે તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી અને હવે 4 મહિના થઈ ગયા છે.' વકીલે કહ્યું, 'છેલ્લી વખત જ્યારે તેઓએ આ કર્યું હતું, ત્યારે એકાઉન્ટ ચાલુ કરવામાં 6 મહિનાથી વધુ સમય લાગ્યો હતો. તેથી મને ખબર નથી કે, તેમનું ધ્યાન કેવી રીતે આકર્ષિત કરવું.' છેલ્લી વખત તેમનું એકાઉન્ટ મે મહિનામાં બંધ કરવામાં આવ્યું હતું અને કેસ દાખલ કર્યા પછી જ તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. કંપનીએ તેને ભૂલ ગણાવી અને કહ્યું, 'અમે Zuckerberg ના ધૈર્યની પ્રશંસા કરીએ છીએ અને ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના ન થાય તેના માટે કામ કરી રહ્યા છીએ.' વકીલે કહ્યું છે કે, આ પ્રતિબંધને કારણે તેમના વ્યવસાયને અસર થઈ છે.