Oppo A6 GT 5G: Oppo એ ચીનના બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન Oppo A6 GT 5G લોન્ચ કર્યો છે. આ ફોનમાં સુપર ફ્લેશ ચાર્જિંગ સપોર્ટ સાથે 7,000mAh ની બેટરી છે. જાણો Oppo A6 GT 5G ના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ અને તેની કિંમત વિશે વિગતવાર જાણો.
Oppo A6 GT 5G કિંમત
Oppo A6 GT 5G ના 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,699 Yuan (આશરે રૂ. 21,121), 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,899 Yuan (આશરે રૂ. 23,764) અને 12GB+512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,099 Yuan (આશરે રૂ. 26,405) છે. આ ફોન Rock Mist Blue, Luminous White અને Fluorescent pink જેવા રંગોમાં ઉપલબ્ધ છે.
Oppo A6 GT 5G ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
Oppo A6 GT 5G માં 6.8 ઇંચની ફ્લેટ AMOLED ફ્લેક્સિબલ ડિસ્પ્લે છે જે 1.5K રિઝોલ્યુશન 2800x1280 પિક્સલ, 120Hz રિફ્રેશ રેટ, 240Hz ટચ સેમ્પલિંગ રેટ સાથે આવે છે. સુરક્ષા માટે, આ ફોનમાં અંડર-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને AI ફેસ અનલોક ફીચર સામેલ છે. આ ફોન એન્ડ્રોઇડ 15 પર આધારિત ColorOS પર કામ કરે છે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 7 Generation 3 ચિપસેટ આપવામાં આવેલ છે. આ ફોનમાં 12GB LPDDR4X RAM અને 512GB UFS 3.1 સ્ટોરેજ છે. આ ફોનમાં 7,000mAh બેટરી છે જે 80W સુપર ફ્લેશ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કેમેરા સેટઅપ અને કનેક્ટિવિટી ઓપ્શન્સ
કેમેરા સેટઅપ માટે, A6 GT 5G માં OIS સપોર્ટ સાથે 50mp નો વાઇડ-એંગલ કેમેરો અને પાછળના ભાગમાં 2mp નો મોનોક્રોમ કેમેરો છે. સેલ્ફી માટે 32mp નો ફ્રન્ટ કેમેરો છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, NFC, બ્લૂટૂથ 5.3, Wi-Fi 6 અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે. ડિમેન્શન્સ વિશે વાત કરીએ તો, આ ફોનની લંબાઈ 163.13mm, પહોળાઈ 77.58mm, જાડાઈ 7.7/7.86mm અને તેનું વજન 198-204 ગ્રામ છે.