logo-img
Realme 15t Launched In India With 7000mah Battery

Realme 15T 7000mAh બેટરી સાથે ભારતમાં થયો લોન્ચ : આ સ્માર્ટફોનની કિંમત, દમદાર ફીચર્સ, અને સ્પેસિફિકેશન્સ જાણો

Realme 15T 7000mAh બેટરી સાથે ભારતમાં થયો લોન્ચ
Published by: Offbeat Team
| Last Updated: Sep 02, 2025, 09:40 AM IST

Realme 15T: ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Realme એ ભારતમાં Realme 15T લોન્ચ કર્યું. Realme 15T માં 7000mAh બેટરી સામેલ છે. આ સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ, સ્પેસિફિકેશન્સ અને કેમેરા સેટઅપની માહિતી જાણો.

ભારતમાં Realme 15T ની કિંમત, ઉપલબ્ધતા

Realme 15T માં 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 20,999 રૂપિયા, 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 22,999 રૂપિયા અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે. આ સ્માર્ટફોનનું પ્રી-બુકિંગ કરનારા ગ્રાહકોને Realme Buds T01 TWS ઇયરફોન મફતમાં મળશે. Realme 15T માં Silk Blue, Flowing Silver અને Suit Titanium કલર્સમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનનું વેચાણ 5 સપ્ટેમ્બરથી ઈ-કોમર્સ સાઇટ Flipkart, કંપનીના ઈ-સ્ટોર અને પસંદગીના ઓફલાઇન સ્ટોર્સ દ્વારા શરૂ કરવામાં આવશે. પસંદગીના બેંકોના કાર્ડથી આ સ્માર્ટફોન ખરીદવા પર 2,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહેશે. આ ઉપરાંત, ગ્રાહકો જૂના સ્માર્ટફોન પર 5,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ મેળવી શકે છે.

Realme 15T ના સ્પેસિફિકેશન્સ

આ સ્માર્ટફોનમાં 6.57 ઇંચની ફુલ HD+ (1080×2372 પિક્સલ્સ) 4R Comfort+ AMOLED ડિસ્પ્લે છે, 2160Hz ના PWM ડિમિંગ રેટ સાથે આવે છે. તેમાં 6nm Octa Core MediaTek Dimensity 6400 પ્રોસેસર સામેલ છે. આ સ્માર્ટફોન Android 15 પર આધારિત Realme UI 6 પર ચાલે છે. Realme 15T ના રિયરમાં 50mp નો મુખ્ય કેમેરો અને 2mp નો સેકન્ડરી કેમેરો છે, અને સેલ્ફી માટે ફ્રન્ટમાં 50mp નો કેમેરો છે.

Realme 15T નું ખાસ ફીચર

આ ફોન ગરમ ન થાય તેના માટે તેમાં 13774 sq mm ગ્રેફાઇટ શીટ સાથે 6050 sq mm AirFlow વેપર ચેમ્બર (VC) કૂલિંગ સિસ્ટમ છે. આ સ્માર્ટફોનમાં 7000mAh બેટરી છે, જે 60W ના SuperVOOC ચાર્જિંગ અને 10W રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે. Realme 15T માં કનેક્ટિવિટી માટે 4G, 5G, Wi-Fi, બ્લૂટૂથ, GPS અને USB ટાઇપ-C પોર્ટના વિકલ્પો છે. સુરક્ષા માટે તેમાં ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. આ સ્માર્ટફોનની જાડાઈ 7.79mm છે અને તેનું વજન લગભગ 181 ગ્રામ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now