logo-img
Samsung Galaxy S25 Fe Know The Price Of This Smartphone With 512gb Storage 4900mah Battery

Samsung Galaxy S25 FE થયો લોન્ચ : 512GB સ્ટોરેજ, 4900mAh બેટરી સાથેના આ સ્માર્ટફોનની કિંમત જાણો

Samsung Galaxy S25 FE થયો લોન્ચ
Published by: Offbeat Team
| Last Updated: Sep 04, 2025, 11:32 AM IST

Samsung Galaxy S25 FE: સેમસંગ કંપનીએ નવો Samsung Galaxy S25 FE ને ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની, ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ અને દમદાર પ્રોસેસર જેવા શાનદાર ફીચર્સ સામેલ છે. આ ઉપરાંત, આ ફોન Android 16 પર કાર્ય કરે છે અને તેમાં AI ના ઘણા સ્માર્ટ ટૂલ્સ પણ છે.

Samsung Galaxy S25 FE કિંમત

Samsung Galaxy S25 FE ની કિંમત $650 (લગભગ રૂ. 57,300) થી શરૂ થાય છે, જે બેઝ 8GB+128GB મોડલ માટે છે. અને, 8GB+256GB વેરિઅન્ટની કિંમત $710 (લગભગ રૂ. 62,600) છે. આ સ્માર્ટફોન Icyblue, Jetblack, Navy અને White કલર વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન આજથી પસંદગીના વૈશ્વિક બજારોમાં ઉપલબ્ધ થશે. ભારતમાં તેની કિંમત વિશેની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Samsung Galaxy S25 FE સ્પેસિફિકેશન

Samsung Galaxy S25 FE માં 6.7 ઇંચની Full-HD+ Dynamic AMOLED 2X ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે છે. સ્ક્રીન Vision Booster ને સપોર્ટ કરે છે અને Corning Gorilla Glass Victus+ થી પ્રોટેક્ટ કરવામાં આવ્યો છે. ફોનમાં આકર્ષક ડિઝાઇન છે અને તે IP68 રેટેડ બિલ્ડ સાથે આવે છે. Galaxy S25 FE માં Exynos 2400 SoC, 8GB સુધીની રેમ અને 512GB સુધીની UFS 4.0 સ્ટોરેજ છે. આ હેન્ડસેટ Android 16 આધારિત One UI 8 પર કાર્ય કરે છે. કંપનીનું કહેવું છે કે, તેને 7 વર્ષ માટે OS અને સિક્યોરિટી અપડેટ્સ મળશે. આ ઉપરાંત, વપરાશકર્તાઓને 6 મહિના માટે Google AI Pro સબ્સ્ક્રિપ્શન પણ મફતમાં મળશે.

Samsung Galaxy S25 FE કેમેરા સેટઅપ

ફોટોગ્રાફી માટે, ફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 50MP વાઇડ-એંગલ પ્રાઇમરી સેન્સર, 8MP ટેલિફોટો શૂટર અને 12MP અલ્ટ્રાવાઇડ લેન્સનો સમાવેશ થાય છે. કેમેરા 30fps પર 8K વિડિયો રેકોર્ડ કરી શકે છે. તેમાં સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 12MP ફ્રન્ટ કેમેરો છે. કેમેરા સોફ્ટવેર Generative Edit અને સ્માર્ટ ફોટો એડિટિંગ જેવા AI-આધારિત ટૂલ્સ પણ આપે છે.

Samsung Galaxy S25 FE બેટરી અને કનેક્ટિવિટી વિકલ્પો

સેમસંગ ગેલેક્સી S25 FE માં 4900mAh બેટરી આપવામાં આવી છે, જે 45W ના વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં ગેલેક્સી S24 FE કરતા 10% મોટી Vapour Chamber Cooling સિસ્ટમ છે. ફોનમાં 5G, 4G LTE, Wi-Fi 6E, Bluetooth 5.4, GPS અને USB ટાઇપ C જેવા કનેક્ટિવિટી ઓપ્શન છે. તેનું વજન ફક્ત 190 ગ્રામ છે અને તેની જાડાઈ 7.4mm છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now