Instagram Feature: WhatsApp તેના યુઝર્સ માટે નવા ફીચર્સ લાવતું રહે છે. કંપની હવે એક નવું ફીચરનું પરીક્ષણ કરી રહી છે. આ ફીચર શું છે અને શું કામ લાગશે આ ફીચર જાણો તેની સંપૂર્ણ માહિતી.
નવું ફીચર કેવી રીતે કામ કરશે
અત્યાર સુધી WhatsApp સ્ટેટસ ત્રણ રીતે શેર કરી શકાય છે - અમુક ચોક્કસ કોન્ટેક્ટ સિવાય બધા કોન્ટેક્ટ્સ સાથે, અથવા મેન્યુઅલી પસંદ કરેલા લોકો સાથે. પરંતુ આ નવો ફીચર આ પ્રક્રિયાને વધુ સરળ બનાવશે. આમાં, યુઝરને Close Friends લિસ્ટ બનાવવાનો ઓપ્શન મળશે. એકવાર આ લિસ્ટ બની ગયા પછી, તમે સ્ટેટસ શેર કરતી વખતે સીધી આખી લિસ્ટ પસંદ કરી શકશો.
અલગ રંગની રીંગ દ્વારા ઓળખાશે
Instagram ની જેમ, WhatsApp પણ Close Friends ના સ્ટેટસને અલગ રંગની રીંગથી હાઇલાઇટ કરશે. આ સાથે, જે કોઈ પણ આ સ્ટેટસ જોશે તે તરત જ સમજી જશે કે, આ અપડેટ ફક્ત ખાસ લોકો માટે છે. આ સુવિધા એવા વપરાશકર્તાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેઓ તેમની અંગત વાતો અથવા ખાસ ક્ષણોને ફક્ત મર્યાદિત લોકો સુધી જ રાખવા માંગે છે.
પ્રાઇવસી રહેશે
સૌથી સારી વાત એ છે કે, જ્યારે તમે કોઈને Close Friends ની યાદીમાંથી ઉમેરો છો અથવા દૂર કરો છો, ત્યારે બીજી વ્યક્તિને તેના વિશે કોઈ માહિતી મળશે નહીં. આ પ્રાઇવસી પણ જાળવી રાખશે.
સ્ટેટસ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે
Close Friends સાથે શેર કરાયેલા આ સ્ટેટસ પણ WhatsApp ની જેમ 24 કલાક પછી આપમેળે અદૃશ્ય થઈ જશે. ઉપરાંત, તેમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનું સુરક્ષા કવચ હશે. આનો અર્થ એ છે કે, ફક્ત તે લોકો જ તમારા અપડેટ્સ જોઈ શકશે જેમને તમે પસંદ કર્યા છે, WhatsApp કે Meta બંને તેને ઍક્સેસ કરી શકશે નહીં.