Amazon Great Indian Festival Sale 2025: એમેઝોનનો વર્ષનો સૌથી મોટો સેલ, Amazon Great Indian Festival Sale 2025, ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ વર્ષે ગ્રાહકોને સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, હોમ એપ્લાયન્સિસ અને અન્ય વસ્તુઓ પર શાનદાર ડીલ્સનો લાભ લઈ શકે છે. Amazon Great Indian Festival Sale 2025 જાહેર કર્યો છે. અને Prime મેમ્બર્સને આ સેલમાં 24 કલાક વહેલા પ્રવેશ મળશે. Amazon Great Indian Festival Sale 2025 દરમિયાન કઈ કઈ વસ્તુ પર કેટલા ટકાનું ડિસ્કાઉન્ટ મળશે, અને કયારથી શરૂ થશે તેની માહિતી જાણો.
Amazon Great Indian Festival Sale 2025: બેંક ઓફર
તહેવારોની સીઝનથી શરૂ થઈ રહેલા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં બેંક ઓફર વિશે વાત કરીએ તો, SBI ડેબિટ/ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ EMI વ્યવહારો પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ થશે.
સ્માર્ટફોન પર 40% ડિસ્કાઉન્ટ
Amazon Great Indian Festival Sale 2025 દરમિયાન, Apple, Samsung, iQOO અને OnePlus જેવી બ્રાન્ડના સ્માર્ટફોન અને એસેસરીઝ પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને ગ્રાહકોને HP, Samsung, boat અને Sony જેવી બ્રાન્ડના ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.
હોમ એપ્લાયન્સિસ પર ડિસ્કાઉન્ટ
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 દરમિયાન, LG, Samsung, Haier અને Godrej જેવી બ્રાન્ડ્સના હોમ એપ્લાયન્સિસ પર એક્સચેન્જ ઑફર્સ અને નો-કોસ્ટ EMI સાથે 65 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.
ટીવી પર ડિસ્કાઉન્ટ
એમેઝોન ગ્રેડ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 દરમિયાન, Sony, Samsung, LG અને Xiaomi જેવા બ્રાન્ડ્સના સ્માર્ટ ટીવી અને પ્રોજેક્ટર પર કૂપન ડિસ્કાઉન્ટ, નો-કોસ્ટ EMI અને એક્સચેન્જ ઑફર્સ સાથે 65% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત, Amazon Alexa, Fire TV અને Kindle સાથે Echo ડિવાઇસ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.
શરૂ થવાની તારીખ
એમેઝોને ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલની જાહેરાત કરી છે, પણ આ સેલ ક્યારે શરૂ થશે તેની તારીખની હજુ સુધી જાણકારી નથી. તહેવારોની સિઝનમાં ડિસ્કાઉન્ટ માટે આ સેલ ટૂંક સમયમાં શરૂ થશે. પ્રાઇમ મેમ્બર્સને આ સેલમાં 24 કલાક વહેલા પ્રવેશ મળશે.