logo-img
The Processor In Vivorealmeoneplus Smartphones Is Very Powerful

Vivo/Realme/OnePlus ના સ્માર્ટફોનમાં પ્રોસેસર એકદમ દમદાર! : ત્રણેય સ્માર્ટફોનની કિંમત, પ્રોસેસર, અને બેટરી બેકઅપની માહિતી જાણો

Vivo/Realme/OnePlus ના સ્માર્ટફોનમાં પ્રોસેસર એકદમ દમદાર!
Published by: Offbeat Team
| Last Updated: Sep 01, 2025, 11:16 AM IST

Vivo/Realme/OnePlus: Vivo એ હાલમાં Vivo T4 Pro લોન્ચ કર્યો છે, Realme એ Realme P4 Pro 5G અને OnePlus એ OnePlus Nord CE 5 5G ને લોન્ચ કર્યા છે. આ ત્રણેય સ્માર્ટફોનની કિંમત, પ્રોસેસર, અને બેટરી બેકઅપની માહિતી જાણો.

Vivo T4 Pro vs Realme P4 Pro 5G vs OnePlus Nord CE 5 5G

કિંમત અને સ્ટોરેજ

Vivo T4 Pro ના 8GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 27,999 રૂપિયા, 8GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા અને 12GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 31,999 રૂપિયા છે.

Realme P4 Pro 5G ના 8GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા, 12GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 26,999 રૂપિયા અને 12GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 28,999 રૂપિયા છે.

Onlus Nord CE 5 5G ના 8GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા અને 8GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 26,999 રૂપિયા છે.

ડિસ્પ્લે અને રિઝોલ્યુશન

Vivo T4 Pro માં 6.77 ઇંચની FHD+ ક્વાડ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2392×1080 પિક્સલ, 20:9 આસ્પેક્ટ રેશિયો, 120Hz રિફ્રેશ રેટ, 480Hz ટચ સેમ્પલિંગ રેટ છે.

Realme P4 Pro 5G માં 6.8 ઇંચની AMOLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1280×2800 પિક્સલ, 144Hz રિફ્રેશ રેટ છે.

Onlus Nord CE 5 5G માં 6.77 ઇંચની OLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2392×1080 પિક્સલ, 120Hz રિફ્રેશ રેટ છે.

પ્રોસેસર

Vivo T4 Pro માં ઓક્ટા કોર Qualcomm Snapdragon 7 Gen 4 પ્રોસેસર છે.

Realme P4 Pro 5G માં ઓક્ટા કોર Qualcomm Snapdragon 7 Gen 4 પ્રોસેસર છે.

OnePlus Nord CE 5 5G માં MediaTek Dimensity 8350 Alexa 4nm પ્રોસેસર છે.

ઓપરેટિંગ સિસ્ટમ

Vivo T4 Pro, Android 15 પર આધારિત Funtouch OS 15 પર ચાલે છે.

Realme P4 Pro 5G, Android 15 પર આધારિત Realme UI 6.0 પર ચાલે છે.

OnePlus Nord CE 5 5G, Android 15 પર આધારિત OxygenOS 15 પર ચાલે છે.

કેમેરા સેટઅપ

Vivo T4 Pro ના રિયરમાં f/1.88 અપર્ચર અને OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો, f/2.65 અપર્ચર અને OIS સપોર્ટ સાથે 50mp નો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 2mp નો ડેપ્થ કેમેરો છે. અને સેલ્ફી માટે f/2.45 અપર્ચર સાથે 32mp નો ફ્રન્ટ કેમેરો છે.

Realme P4 Pro 5G ના પાછળના ભાગમાં f/1.8 અપર્ચર સાથે 50mp નો પ્રાઇમરી કેમેરો અને f/2.2 અપર્ચર સાથે 8mp નો અલ્ટ્રાવાઇડ કેમેરો છે. અને વિડીયો કોલ માટે f/2.4 અપર્ચર સાથે 50mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Onlus Nord CE 5 5G માં 50mp નો પ્રાઇમરી કેમેરો અને OIS સપોર્ટ સાથે 8mp નો અલ્ટ્રાવાઇડ કેમેરો છે. તે જ સમયે, સેલ્ફી અને વીડિયો કોલ માટે 16mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી વિકલ્પો

Vivo T4 Pro માં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.4, GPS અને USB Type C 2.0 પોર્ટ છે.

Realme P4 Pro 5G માં ડ્યુઅલ 5G, Wi-Fi 6, Bluetooth 5.4, GPS અને Type C પોર્ટ સામેલ છે.

OnePlus Nord CE 5 5G માં ડ્યુઅલ સિમ, 5G, Wi-Fi 6, Bluetooth 5.4, GPS અને NFC સામેલ છે.

બેટરી બેકઅપ

Vivo T4 Pro માં 6500mAh બેટરી છે જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Realme P4 Pro 5G માં 7000mAh બેટરી છે જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

OnePlus Nord CE 5 5G માં 7100mAh બેટરી છે જે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now