અમેરિકા સાથે ટેરિફ વિવાદ વચ્ચે ભારતે સિંગાપોર સાથે 5 મહત્વપૂર્ણ કરારો કર્યા છે. ગુરૂવારે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ કરારો ભવિષ્યમાં બંને દેશોના આર્થિક, ટેકનોલોજીકલ અને વ્યૂહાત્મક સહકારને નવી ગતિ આપશે.
5 મોટા કરારો
ડિજિટલ એસેટ ઇનોવેશન – RBI અને Monetary Authority of Singapore વચ્ચે કરાર, ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સ મજબૂત બનાવાશે.
એવિએશન ટ્રેનિંગ એન્ડ રિસર્ચ – AAI અને Singapore Civil Aviation Authority ઉડ્ડયન ક્ષેત્રમાં સહકાર આપશે.
ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર – Zero-emission fuel અને સ્માર્ટ પોર્ટ ટેકનોલોજી માટે સંયુક્ત માળખું.
મેન્યુફેક્ચરિંગ કૌશલ્ય વિકાસ – ચેન્નાઈમાં રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્ર સ્થાપિત થશે.
અવકાશ સહયોગ – સ્પેસ સાયન્સ અને ઉપગ્રહ લોન્ચિંગમાં ભાગીદારી વધુ મજબૂત બનાવાશે.
મહત્વપૂર્ણ જાહેરાતો
મુંબઈમાં ઇન્ડિયા મુંબઈ કન્ટેનર ટર્મિનલના બીજા તબક્કાનું ઉદ્ઘાટન, PSA Singaporeનું $1 અબજથી વધુનું રોકાણ.
CECA (Comprehensive Economic Cooperation Agreement) અને AITIGA (ASEAN-India Trade in Goods Agreement)ની ટૂંક સમયમાં સમીક્ષા થશે.
ભારત માટે સિંગાપોરનું મહત્વ
છેલ્લા 7 વર્ષથી સૌથી મોટું FDI રોકાણકાર.
બંને દેશો વચ્ચે કુલ રોકાણ: $170 બિલિયન.
વેપાર વૃદ્ધિ: 2004-05માં $6.7 બિલિયન → 2024-25માં $35 બિલિયન.
સિંગાપોર, ભારતને ASEAN દેશો સાથે જોડતો મુખ્ય સેતુ.
પીએમ મોદીએ કહ્યું: “સિંગાપોર અમારી એક્ટ ઇસ્ટ પોલિસીનો આધારસ્તંભ છે, આ માત્ર ભાગીદારી નહીં પરંતુ વિશ્વાસ પર આધારિત ઊંડી મિત્રતા છે.”
લોરેન્સ વોંગએ જણાવ્યું: “આ ભાગીદારી અનિશ્ચિતતાઓથી ભરેલી દુનિયામાં પહેલાથી વધુ મહત્વપૂર્ણ છે.”