જીએસટી કાઉન્સિલે આજે (3 સપ્ટેમ્બર) યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. કાઉન્સિલે જીએસટી માટે બે સ્લેબ 5 ટકા અને 18 ટકા મંજૂર કર્યું છે. આ સાથે વર્તમાન 12 ટકા અને 28 ટકાના ટેક્સ સ્લેબ રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલી લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર હાઈ રેટ લગાવાયા છે. બેઠકમાં હાજર તમામ સભ્યો તમાકૂ ઉત્પાદનો પર 40 ટકા ટેક્સ લાદવા માટે સંમત થયા છે. તો જાણીએ કયા કયા ઉત્પાદનો પર 40 ટકા લાદવામાં આવ્યો.
આ ચીજવસ્તુઓ પર 40 ટકા GST
સુપર લક્ઝરી ચીજવસ્તુઓ
પાન મસાલા
સિગારેટ ગુટખા
ચાવવાની તમાકુ
જરદા
એડેડ શુગર, કાર્બોનેટેડ ડ્રિંક્સ
વ્યક્તિગત ઉપયોગ માટે એરક્રાફ્ટ
લક્ઝરી કાર
ફાસ્ટ ફૂડ
નાગરિકો માટે આર્થિક રીતે થશે ફાયદો
નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. 12% અને 28% ના સ્લેબને નાબૂદ કરીને, સામાન્ય ઉપયોગની વસ્તુઓ પરનો કર ભાર ઘટાડવાનો હેતુ છે. આ ફેરફારોથી વસ્તુઓની કિંમતોમાં સ્થિરતા આવશે અને કર પ્રણાલી વધુ સરળ બનશે. સરકારનું આ પગલું નાગરિકો માટે આર્થિક રાહત અને પારદર્શિતા લાવવામાં મદદ કરશે.