logo-img
Chhattisgarh Raipur Interior Designer Navya Malik Became Drugs Peddler Know Her Vvip Connection Mumbai

Drugs Queen Navya Malik Arrest : ગ્લેમર જગતમાંથી ડ્રગ્સ ક્વીન બનવાની કાળી કહાણી, એક હસીના સકંજામાં આવતા ખુલ્યા અનેક ષડયંત્રના તાર

Drugs Queen Navya Malik Arrest
Published by: Offbeat Team
| Last Updated: Sep 04, 2025, 05:00 AM IST

Interior Designer Navya Malik became Drugs Peddler: રાયપુરની ઇન્ટિરિયર ડિઝાઈનર નવ્યા મલિક હવે માત્ર એક ગ્લેમર લાઈફસ્ટાઇલ ધરાવતી યુવતી નથી, પણ છત્તીસગઢમાં ઝડપાયેલા સૌથી મોટા ડ્રગ્સ કેસની મુખ્ય આરોપી તરીકે પોલીસની નજરમાં છે. પોલીસ તપાસમાં નવ્યા માલિકના દેશ-વિદેશ સુધી ફેલાયેલા ડ્રગ્સ સિન્ડિકેટના અનેક ખુલાસા થયા છે. પોલીસે જણાવ્યું કે નવ્યાને પાર્ટીઓ અને નાઇટલાઈફ દરમિયાન ડ્રગ્સનો ચસ્કો લાગ્યો. ફેશન શો અને નાઇટ પાર્ટીઓમાં અવરજવર કરતી નવ્યા, ધીરે-ધીરે ડ્રગ્સ પેડલર્સના સંપર્કમાં આવી ગઈ અને જોવાથી ગ્લેમરસ લાગતી આ દુનિયામાં નશાની કાળી લકીર બની ગઈ.

મુંબઈથી ધરપકડ અને 600 લોકોનો ખુલાસોઃ

નવ્યાની મુંબઈથી ધરપકડ બાદ છત્તીસગઢ પોલીસને મોટી સફળતા મળી છે. તેની વોટ્સએપ ચેટ અને બેંક ટ્રાન્ઝેક્શનમાંથી 600 થી વધુ લોકોને ડ્રગ્સ સપ્લાય થતું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું કે નવ્યા દેશના મુખ્ય મેટ્રો શહેરોમાંથી ડ્રગ્સ મંગાવતી હતી – દિલ્હી, મુંબઈ, પંજાબ, હરિયાણા – અને તેને રાયપુરમાં વિભિન્ન હાઈ-પ્રોફાઇલ પાર્ટીઓમાં સપ્લાય કરતી હતી.

વિદેશી કનેક્શન અને પાર્ટી લાઈફસ્ટાઇલઃ

નવ્યા માલિક માત્ર દેશમાં નહીં પરંતુ વિદેશોમાં પણ પાર્ટીઓ કરતી હતી. દુબઈ, ચીન, બેંકોક અને સિંગાપુર જેવી જગ્યાઓએ તે રિવાયતી પાર્ટીઓમાં હાજર રહી ચુકી છે. તેની પાર્ટીઓમાં MDMA અને હેરોઈન જેવા ઘાતક ડ્રગ્સનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.

VVIP કનેક્શન અને રાજકીય ઉથલપાથલઃ

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે નવ્યાના સંબંધો ઘણી રાજકીય અને વ્યવસાયિક હસ્તીઓ સાથે હતા. એક મોટા દારૂના વેપારીના પુત્ર સાથે પણ તેનો સંપર્ક હતો. એટલું જ નહીં, ભાજપના નેતાઓએ આરોપ મૂક્યા છે કે નવ્યાના સંબંધો કોંગ્રેસ પાર્ટી સાથે પણ છે. બીજી તરફ કોંગ્રેસે પણ આ આરોપોને લઇને ભાજપ પર પલટવાર કર્યો છે અને પાકિસ્તાનથી ડ્રગ્સ લાવવાની વાત કરી છે.

ડ્રગ્સની જાળમાં પડેલી યુવા પેઢીઃ

આ કેસ માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ સમગ્ર યુવા પેઢી પર પડતાં અસરકારક પડછાયાને વ્યક્ત કરે છે. નવ્યા માલિકના માધ્યમથી પોલીસે હવે અન્ય મોટાં ડ્રગ્સ સિન્ડિકેટ સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે. કેસના વધુ રહસ્યો ખુલવા હજુ બાકી છે. પોલીસ તરફથી કેસની તપાસ સતત ચાલુ છે અને આશા છે કે આ દ્વારા ડ્રગ્સ માફિયાઓના મૂળ સુધી પહોંચીને વધુ મોટા ખુલાસાઓ અને થવાની સંભાવના છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now