logo-img
Pm Modi And Putin Ride In Xi Jinping Car Hongqi L5 Limousine Know All Key Features

PM મોદીએ પહેલાં Xi Jinping અને પછી Putinની કારમાં કરી મુસાફરી : કઈ છે બંને રાષ્ટ્રપ્રમુખોની કાર્સ? શું છે ખાસિયત, જાણો

PM મોદીએ પહેલાં Xi Jinping અને પછી Putinની કારમાં કરી મુસાફરી
Published by: Offbeat Team
| Last Updated: Sep 02, 2025, 04:06 AM IST

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસીય ચીન પ્રવાસે છે, જ્યાં તેઓ Shanghai Cooperation Organization (SCO) Summitમાં હાજરી આપી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન PM મોદી જે કારનો ઉપયોગ કરી રહ્યા છે તે છે Hongqi L5 Limousine, એ જ કાર જેનો ઉપયોગ ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping કરતા આવ્યા છે. 2019માં મહાબલીપુરમની મુલાકાત વખતે પણ Xi એ Hongqi L5 નો જ ઉપયોગ કર્યો હતો.

Hongqi L5 – Xi Jinpingની ઓફિશિયલ કાર
ચીનની લક્ઝરી કાર Hongqi L5માં 6.0-litre V12 engine આપવામાં આવ્યું છે, જે 400 hpથી વધુ પાવર જનરેટ કરે છે. કાર 0–100 kmph સ્પીડ માત્ર 8.5 secondsમાં પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ લગભગ 210 kmph છે. લંબાઈમાં કાર 5.5 મીટરથી વધુ અને વજન 3 ટનથી વધુ છે

કારનું ઇન્ટિરિયર ખૂબ જ પ્રીમિયમ છે, જેમાં leather upholstery, wooden trim, jade-inspired cultural inlays, massage અને ventilated seats તેમજ રિયર સીટ એન્ટરટેઇન્મેન્ટ જેવી સુવિધાઓ છે. સુરક્ષાના દ્રષ્ટિકોણે adaptive cruise control, parking sensors અને 360-degree camera ઉપલબ્ધ છે

આ કાર Xi Jinpingની ઓફિશિયલ કાર હોવાથી તેને bulletproof glass, armored plating અને run-flat bulletproof wheels જેવી સુવિધાઓ સાથે ખાસ મજબૂત બનાવવામાં આવી છે. તેની કિંમત લગભગ 5 million yuan (₹7 કરોડ) સુધીની છે. Hongqi બ્રાન્ડ પહેલીવાર 1958માં લોન્ચ થઈ હતી, પછી 1990ના દાયકામાં ફરી રીલૉન્ચ થઈ અને 2018થી લક્ઝરી બ્રાન્ડ તરીકે ફરી ઉભરી આવી. 2024માં 411,000થી વધુ યુનિટ્સનું વેચાણ નોંધાયું હતું.


Vladimir Putinની Aurus Senat Limousine

રશિયાના રાષ્ટ્રપતિ Vladimir Putin તેમની ઓફિશિયલ કાર તરીકે Aurus Senat Limousine નો ઉપયોગ કરે છે. આ કાર Aurus Motors દ્વારા NAMI, Sollers JSC અને UAEની Tawazun Holding સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. 2018માં રશિયાના “Cortege” પ્રોજેક્ટ હેઠળ તેનો પરિચય કરાવવામાં આવ્યો હતો. આ કાર અગાઉ ઉપયોગ થતી Mercedes-Benz S600 Guard Pullman ને બદલે રજૂ કરવામાં આવી હતી.

Aurus Senatમાં 4.4-litre twin-turbocharged V8 engine છે, જે 598 hp power અને 880 Nm torque જનરેટ કરે છે. તેમાં 9-speed automatic transmission આપવામાં આવ્યું છે. કાર 0–100 kmph સ્પીડ માત્ર 9 secondsમાં પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 160 kmph છે.

ઇન્ટિરિયર પ્રીમિયમ છે જેમાં premium leather, wooden trims અને advanced infotainment system જેવી સુવિધાઓ છે. સુરક્ષાના દ્રષ્ટિકોણે તેમાં active cruise control, lane departure warning અને electronic traction control ઉપલબ્ધ છે.

Aurus Senatની કિંમત લગભગ 18 million rubles (₹2.5 કરોડ) છે અને તેનું વાર્ષિક ઉત્પાદન ફક્ત 120 યુનિટ્સ સુધી મર્યાદિત છે. ભવિષ્યમાં કંપની આ બ્રાન્ડ હેઠળ SUV અને Van પણ બજારમાં ઉતારવાની યોજના ધરાવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now