Home International Iranian Drone Attack On French Base In Iraq Macron Said Unacceptable

ઇરાકમાં ફ્રેન્ચ બેઝ પર ઘાતક ડ્રોન હુમલો : સૈનિકના મોત પછી મેક્રોનનો કડક પ્રતિસાદ

ઇરાકમાં ફ્રેન્ચ બેઝ પર ઘાતક ડ્રોન હુમલો
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 04:30 AM IST

Iran-Israel war: મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આગ હવે ફ્રાન્સ સુધી પહોંચી ગઈ છે. ઈરાકના એર્બિલ (કુર્દિસ્તાન) વિસ્તારમાં આવેલા ફ્રેન્ચ-પેશમર્ગા સંયુક્ત લશ્કરી થાણા (મખમૂર વિસ્તાર) પર ડ્રોન હુમલો થયો છે. આ હુમલામાં એક ફ્રેન્ચ સૈનિકનું મોત થયું છે અને છ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ હુમલો અસ્વીકાર્ય:

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને X પર જાહેર કર્યું છે કે આ હુમલામાં ચીફ વોરંટ ઓફિસર આર્નોડ ફ્રીઓન (Arnaud Frion) નું મોત થયું છે. તેમણે કહ્યું, "આ હુમલો અસ્વીકાર્ય છે. અમારા સૈનિકો દાએશ સામેની લડાઈમાં રોકાયેલા છે અને ઈરાનના યુદ્ધમાં આવા હુમલાઓને કોઈ યોગ્યતા નથી."આ હુમલો ઈરાન-સમર્થિત જૂથો દ્વારા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે, જોકે સીધી જવાબદારી હજુ સ્પષ્ટ થઈ નથી.

Emmanuel macro on iran attack

ફ્રાન્સ પણ ઈરાન સામે સીધી કાર્યવાહી કરી શકે:

ફ્રાન્સના સૈનિકો આ વિસ્તારમાં આતંકવાદ વિરુદ્ધ તાલીમ આપવાના કાર્યમાં સંલગ્ન છે. આ ઘટના પછી એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે ફ્રાન્સ પણ ઈરાન સામે સીધી કાર્યવાહી કરી શકે છે, ખાસ કરીને જ્યારે તાજેતરમાં ઈરાને ફ્રાન્સના અબુ ધાબી બેઝ પર પણ હુમલો કર્યો હતો. ફ્રાન્સ પહેલેથી જ ગલ્ફ દેશોના રક્ષણ માટે તૈયાર છે અને યુદ્ધ વિસ્તારવાની શક્યતા વધી ગઈ છે.આ ઘટના મધ્ય પૂર્વમાં તણાવને વધુ ઉગ્ર બનાવી રહી છે, અને વિશ્વની નજર હવે ફ્રાન્સના આગામી પગલાં પર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now