Home International Global Oil Market Crisis Iea Report Supply Shortage Middle East War

વૈશ્વિક ઉર્જા સંકટ: દરરોજ 80 લાખ બેરલ તેલનો પુરવઠો ઘટશે : IEAએ જાહેર કર્યો અત્યાર સુધીનો સૌથી ભયાનક રિપોર્ટ

વૈશ્વિક ઉર્જા સંકટ: દરરોજ 80 લાખ બેરલ તેલનો પુરવઠો ઘટશે
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 04:29 PM IST

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન વિરુદ્ધ છેડાયેલા જંગે હવે સમગ્ર વિશ્વને પાયમાલીના આરે લાવી દીધું છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ તેના તાજા નિવેદનમાં આ સ્થિતિને ઈતિહાસનું સૌથી મોટું તેલ સંકટ ગણાવ્યું છે. આ યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસની ભારે અછત સર્જાતા આંતરરાષ્ટ્રીય બજારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દુનિયાની કુલ જરૂરિયાતના 8 ટકા પુરવઠો ખોરવાશે

IEA દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલ મુજબ, માર્ચ 2026 માં વૈશ્વિક તેલ પુરવઠામાં પ્રતિદિન 80 લાખ બેરલનો તોતિંગ ઘટાડો નોંધાશે. આ આંકડો વિશ્વની કુલ તેલની જરૂરિયાતના અંદાજે 8 ટકા જેટલો થાય છે. એજન્સીએ ચેતવણી આપી છે કે જો આ સંઘર્ષ લાંબો ચાલશે તો અનેક દેશોમાં ઈંધણના ભાવ કાબૂ બહાર જઈ શકે છે અને અર્થતંત્રો ઠપ્પ થઈ શકે છે.

ઉત્પાદન ક્ષમતામાં એક કરોડ બેરલનો કાપ

યુદ્ધના વધતા જતા જોખમોને પગલે પર્સિયન ગલ્ફ (Persian Gulf) ના મુખ્ય તેલ ઉત્પાદક દેશોએ સાવચેતીના ભાગરૂપે ઉત્પાદન ઘટાડ્યું છે. સાઉદી અરેબિયા, ઈરાક, કુવેત, કતાર અને UAE એ સંયુક્ત રીતે દરરોજ એક કરોડ બેરલ તેલનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે બુધવારે IEA એ તેના સભ્ય દેશોના વ્યૂહાત્મક અનામત સ્ટોક (Strategic Stock) માંથી 40 કરોડ બેરલ તેલ બજારમાં મુકવાની જાહેરાત કરી છે.

વૈકલ્પિક માર્ગો પણ સાબિત થઈ રહ્યા છે અપૂરતા

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્પાદન પ્રક્રિયાને ફરી પૂર્વવત કરવામાં અઠવાડિયા કે મહિનાઓનો સમય લાગી શકે છે. સાઉદી અરેબિયા અને UAE અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ને ટાળવા માટે પાઈપલાઈન દ્વારા નિકાસ વધારવાના પ્રયાસો કરી રહ્યા છે. જોકે, IEA ના મતે એપ્રિલથી જૂન દરમિયાન આનાથી થોડી રાહત મળી શકે છે, પરંતુ તે હોર્મુઝ જેવા વ્યૂહાત્મક માર્ગનો સંપૂર્ણ વિકલ્પ ક્યારેય બની શકે તેમ નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now