Home National-International El Nino Be Prepared For Floods Rains And Destructive Storms Weather Update

El Nino; પૂર, વરસાદ અને વિનાશક વાવાઝોડા માટે તૈયાર રહેજો : આવી રહ્યું છે અલ નિનોનું સૌથી મોટું જોખમ

El Nino; પૂર, વરસાદ અને વિનાશક વાવાઝોડા માટે તૈયાર રહેજો
Published by: OBS Bureau
| Last Updated: Mar 12, 2026, 01:34 PM IST

El Nino Effect: ગુજરાત સહિત ભારત પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ. ગ્લોબલ વોર્મિંગની વિનાશક અસરો માટે હવે દુનિયાએ તૈયાર રહેવું પડશે. વાતાવરણમાં પ્રવર્તમાન માનવ સર્જિત પ્રદૂષણોને કારણે પ્રકૃતિ હવે તેનો પ્રકોપ પ્રગટ કરી રહી છે. મનુષ્યએ પ્રકૃતિનું જતન કરવાને બદલે તેને હંમેશા હાનિ પહોંચાડવાનું કામ કર્યું છે. એજ કારણ છેકે, અલગ-અલગ પ્રકારના વાવાઝોડા અને પૂરના પ્રકોપોનો દુનિયાએ સામનો કરવાનો વારો આવ્યો છે. આવો જ એક ખતરો આ વર્ષે દેશ પર મંડરાઈ રહ્યો છે. આ ખતરાનું નામ છે અલ નિનો.

ભારતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો ઝડપથી વધી રહ્યો છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં જ દેશના અનેક વિસ્તારોમાં તાપમાન 35 થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હવામાન નિષ્ણાતોના મતે આ પરિસ્થિતિ આવનારા અત્યંત ગરમ ઉનાળાનો સંકેત આપી રહી છે. વૈશ્વિક હવામાન સંસ્થાઓએ ચેતવણી આપી છે કે આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં ‘અલ નિનો’ની અસર વધવાની શક્યતા છે, જે ભારત સહિત સમગ્ર વિશ્વના હવામાન પર અસર કરી શકે છે.

ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપઃ

હાલમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં તો માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં ‘લૂ’ જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાતોના અનુસાર આ વખતે ઉનાળામાં અલ નિનોની લગભગ 60 ટકા શક્યતા છે, જેના કારણે ગરમી વધુ વધવાની શક્યતા છે.

શું છે ‘અલ નિનો’?

‘અલ નિનો’ એક પ્રાકૃતિક હવામાનિક ઘટના છે જે વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં સર્જાય છે. જ્યારે પ્રશાંત મહાસાગરના પાણીનું તાપમાન સામાન્ય કરતાં આશરે 2 ડિગ્રી સેલ્સિયસ વધારે થઈ જાય છે, ત્યારે તેને અલ નિનો કહેવામાં આવે છે. આ ઘટના વિશ્વભરના હવામાન ચક્રને અસર કરે છે. તેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે છે, જ્યારે અન્ય જગ્યાઓ પર દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે.

ભારતીય ચોમાસા પર પડી શકે અસરઃ

ભારત માટે અલ નિનો હંમેશા ચિંતા જનક પરિબળ રહ્યો છે. ભૂતકાળમાં જ્યારે પ્રબળ અલ નિનો જોવા મળ્યો હતો ત્યારે ભારતમાં ચોમાસું નબળું રહ્યું હતું. વર્ષ 1982-83, 1997-98 અને 2015-16 દરમિયાન અલ નિનોની અસરને કારણે દેશના ઘણા વિસ્તારોમાં ઓછો વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેતીને ભારે નુકસાન થયું હતું. આ વર્ષે પણ જો ‘સુપર અલ નિનો’ વિકસિત થશે તો ચોમાસામાં વરસાદ ઓછો પડી શકે છે અને ગરમી વધુ વધી શકે છે.

પૂર, વરસાદ અને દુષ્કાળનું બેવડું જોખમઃ

વિજ્ઞાનીઓનું કહેવું છે કે અલ નિનોને કારણે હવામાનના પેટર્નમાં મોટા ફેરફારો જોવા મળે છે. કેટલાક ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વરસાદ ઓછો પડવાથી પાક નિષ્ફળ જવાનો ખતરો વધે છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ઉપરાંત પ્રશાંત મહાસાગરમાં ચક્રવાતોની સંખ્યા વધવાની શક્યતા રહે છે.

સાવચેતી અને તૈયારી જરૂરીઃ

હવામાન વિભાગના નિષ્ણાતો માને છે કે બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. ખાસ કરીને ખેડૂતોને પાકની પસંદગી અને પાણીના સંચાલન અંગે પહેલેથી જ યોજના બનાવવી જોઈએ. સામાન્ય લોકોને પણ વધતી ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવી અને પાણીનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી બની ગયો છે. આ રીતે જોવામાં આવે તો આ વર્ષે ‘અલ નિનો’ની સંભાવનાને કારણે ગરમી અને ચોમાસા બંને બાબતોમાં અનિશ્ચિતતા વધી શકે છે. તેથી સરકાર, ખેડૂતો અને સામાન્ય જનતાએ બદલાતા હવામાન માટે તૈયાર રહેવું જરૂરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

વૈશ્વિક ઉર્જા સંકટ: દરરોજ 80 લાખ બેરલ તેલનો પુરવઠો ઘટશે: IEAએ જાહેર કર્યો અત્યાર સુધીનો સૌથી ભયાનક રિપોર્ટ

વૈશ્વિક ઉર્જા સંકટ: દરરોજ 80 લાખ બેરલ તેલનો પુરવઠો ઘટશે

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો 13મો દિવસ: 1348 નાગરિકોના મોતથી હાહાકાર, ઓઈલ માર્કેટમાં ઉછાળો અને હોર્મુઝમાં તણાવ વધ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો 13મો દિવસ

ઈરાનનો અમેરિકાને ખુલ્લો પડકાર: 'દરેક મોતનો બદલો લેવાશે', સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દુનિયાની મુશ્કેલી વધારી

ઈરાનનો અમેરિકાને ખુલ્લો પડકાર

લોકસભામાં પરત ફર્યા સ્પીકર ઓમ બિરલા: "કોઈ સભ્ય નિયમોથી ઉપર નથી", અવિશ્વાસ પ્રસ્તાવ હાર્યા બાદ સ્પીકરે વિપક્ષને આપ્યો જડબાતોડ જવાબ

લોકસભામાં પરત ફર્યા સ્પીકર ઓમ બિરલા

ભારત માટે 'ગુડ ન્યૂઝ': ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની આપી મંજૂરી

ભારત માટે 'ગુડ ન્યૂઝ'

Iran vs Israel: ઈરાને યુદ્ધ રોકવા મૂકી 3 આકરી શરતો, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને કહ્યું- 'આટલું કરશો તો જ અટકશે જંગ'

Iran vs Israel

LPG Shortage ની સમસ્યા દૂર!: સરકારે તેલ અને ગેસ માટે શોધ્યા 5 નવા રસ્તા

LPG Shortage ની સમસ્યા દૂર!

જમ્મુમાં ફારૂક અબ્દુલ્લા પર ફાયરિંગ: Z+ સુરક્ષામાં મોટી ચૂક; હુમલાખોરે કહ્યું- '20 વર્ષથી મારવા માંગતો હતો'

જમ્મુમાં ફારૂક અબ્દુલ્લા પર ફાયરિંગ
Play Video

અમેરિકાની ટેરિફ રણનીતિમાં નવો વળાંક: 52 વર્ષ જૂના કાયદાનો ઉપયોગ કરીને વિદેશી દેશો પર દબાણ, ટ્રમ્પ વહીવટીતંત્રે કલમ 301 હેઠળ તપાસ શરૂ કરી

અમેરિકાની ટેરિફ રણનીતિમાં નવો વળાંક

આજે 12 માર્ચ: સત્યાગ્રહના નંખાયા હતા પાયા, મુંબઈ વિસ્ફોટોથી ધણધણી ઉઠ્યું હતું

આજે 12 માર્ચ

LPG અછત વચ્ચે આવ્યા સૌથી મોટા ખુશખબર...: ભારત આવી રહ્યો છે ગેસનો મોટો જથ્થો, સંકટનો આવશે અંત!

LPG અછત વચ્ચે આવ્યા સૌથી મોટા ખુશખબર...

ઓમ બિરલા જ રહેશે લોકસભા સ્પીકર: ગૃહમાં ધ્વનિ મતથી ફગાવવામાં આવ્યો અવિશ્વાસ પ્રસ્તાવ

ઓમ બિરલા જ રહેશે લોકસભા સ્પીકર

સાવધાન! આજે થશે NASA Satellite Crash?: જાણો ક્યાં પડશે ભંગાર અને શું છે જોખમ?

સાવધાન! આજે થશે NASA Satellite Crash?

ગુજરાત આવી રહેલા થાઈ કાર્ગો શિપ પર હોર્મુઝ સ્ટ્રેટમાં હુમલો: આગ લાગ્યા બાદ 20 ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ, 3 હજુ પણ ગુમ

ગુજરાત આવી રહેલા થાઈ કાર્ગો શિપ પર હોર્મુઝ સ્ટ્રેટમાં હુમલો

'મમ્મી છેલ્લી વાર જોઈ લો, કદાચ ફરી...',: યુદ્ધ વચ્ચે 169 ભારતીયોને બચાવનાર મહિલા પાયલટની ચોંકાવનારી કહાની

'મમ્મી છેલ્લી વાર જોઈ લો, કદાચ ફરી...',

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!: રિક્ષા-બાઇકને ફંગોળી ખાડામાં પડવા છતાં મુસાફરો સુરક્ષિત

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!

સ્પીકર સામેના 'અવિશ્વાસ પ્રસ્તાવ' પર અમિત શાહ: "આ લોકશાહીનું અપમાન છે, તેમની નિષ્ઠા પર સવાલ ન ઉઠાવી શકાય"

સ્પીકર સામેના 'અવિશ્વાસ પ્રસ્તાવ' પર અમિત શાહ

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો: એક ભારતીય સહિત 4 ઘાયલ; હવે ગૂગલ-એમેઝોન જેવી ટેક ઓફિસો નિશાના પર!

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો
Play Video

દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટે આપી ઇચ્છામૃત્યુની પરવાનગી: 13 વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણાને મળી મોતની મંજૂરી! ચુકાદો સંભળાવતા ભાવુક થયા જસ્ટિસ પારડીવાલા

દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટે આપી ઇચ્છામૃત્યુની પરવાનગી