PM કિસાન યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતો હવે પોતાના 21 મા હપ્તાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. એવામાં સારા સમાચાર એ છે કે હવે તેમની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. સરકાર દિવાળી અને નવરાત્રિની વચ્ચે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ 2-2 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે.
આ યોજના હેઠળ વર્ષમાં ત્રણ હપ્તામાં કુલ 6,000 રૂપિયા ખેડૂતોના એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં 20 હપ્તા ખેડૂતોના એકાઉન્ટમાં મોકલવામાં આવ્યા છે. દરેક હપ્તામાં ખેડૂતોને 2000 રૂપિયા આપવામાં આવે છે. 20 મો હપ્તો 2 ઓગસ્ટ 2025 એ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો. આના માધ્યમે લગભગ 9.7 કરોડ ખેડૂતોને 20500 કરોડ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવી છે.
21 મો હપ્તો ક્યારે મળશે?
સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ મળતી માહિતી અનુસાર આ ઓકટોબર મહિનામાં આવી શકે છે. દિવાળી પહેલા લાખો ખેડૂતોના ખાતામાં રકમ જમા થઈ જશે. આ હપ્તાથી લગભગ 10 કરોડ ખેડૂતોને લાભ મળશે.
21મા હપ્તા માટે e-KYC જરૂરી છે
કેટલાક ખેડૂતો માટે 21મો હપ્તો હજુ પણ વિલંબિત થઈ શકે છે. આનું મુખ્ય કારણ એ છે કે ઘણા ખેડૂતોએ તેમનું e-KYC પૂર્ણ કર્યું નથી. જો તમારું e-KYC પૂર્ણ ન હોય અથવા તમારો આધાર તમારા બેંક ખાતા સાથે લિંક ન હોય, તો તમારા હપ્તામાં વિલંબ થઈ શકે છે. તેથી, જે ખેડૂતોએ હજુ સુધી e-KYC પૂર્ણ કર્યું નથી તેઓએ તેને તાત્કાલિક પૂર્ણ કરવું જોઈએ. તમારા આધાર કાર્ડ અને બેંક ખાતાને લિંક કરવું જરૂરી છે, કારણ કે આ તે લિંક છે જેના દ્વારા સરકાર સીધી ચુકવણી કરે છે.