SCO સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનની મુલાકાતે છે. જોકે આજે તેમની મુલાકાતનો અંતિમ દિવસ છે. અગાઉ તેમણે SCO સમિટ પહેલાં ફોટો સેશનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેઓ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગને મળ્યા હતા. ત્રણેય નેતાઓ એકબીજાના હાથ પકડીને જોવા મળ્યા હતા.
આ તમામ તસવીરે વૈશ્વિક સ્તર પર ખુબ જ અગત્યની બની છે. વિશ્વમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરની શરૂઆત કરી અને તેની અસર એ થઈ, કે જૂના વિખવાદ ભૂલીને દેશો એક થઈ રહ્યાં છે. ચીન સાથે લાંબા સમયથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે છતાં આજે ભારત અને ચીન સંબંધોને સુધારવા માટે આગળ આવ્યા છે. એટલુ જ નહીં પણ ભારતનો પાંરપરિક મિત્ર દેશ રશિયા અને તેના પ્રમુખ વ્લાદમિર પુતિન સાથે પણ વડપ્રધાન નરેન્દ્ર મોદીની કેટલી હળવાશની તસવીરો કેમેરામાં કેદ થઈ છે. આ તસવીરો જોઈને એક વાત સ્પષ્ટ છે. ટ્રમ્પના પેટમાં તેલ ચોક્કસથી રેડાશે.