કેન્સર એક એવો રોગ છે જે શરીરમાં ધીમે-ધીમે વિકસે છે અને તેના શરૂઆતના લક્ષણો ઘણીવાર હળવા હોય છે, જેના કારણે લોકો તેને અવગણે છે. જો કે, આ નાના ચિહ્નો જીવલેણ રોગના સંકેત હોઈ શકે છે. વહેલું નિદાન થાય તો કેન્સરથી બચવું શક્ય છે. નિષ્ણાતો જણાવે છે કે કેન્સરના પ્રારંભિક તબક્કામાં ચોક્કસ લક્ષણો દેખાય છે, જેને સમજવું જરૂરી છે.
કેન્સરના પ્રારંભિક લક્ષણો
ગઠ્ઠો કે સોજો: શરીરના કોઈપણ ભાગમાં ગઠ્ઠો કે સોજો દેખાય અને સામાન્ય સારવારથી તે ઓછો ન થાય તો તે ગંભીર હોઈ શકે છે. આ કેન્સરના કોષોના કારણે થઈ શકે છે. તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો.
પેશાબ કે મળમાં ફેરફાર: અચાનક પેશાબ કે મળની પેટર્નમાં ફેરફાર, જેમ કે વારંવાર પેશાબ, બળતરા, કબજિયાત, ઝાડા, રંગીન મળ કે પાચન સમસ્યાઓ લાંબા સમય સુધી રહે અને દવાથી ન સુધરે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
અસામાન્ય રક્તસ્ત્રાવ: પેશાબ, મળ, નાક કે મોંમાંથી કોઈ કારણ વગર લોહી આવે તો તે ગંભીર સંકેત છે. ખાસ કરીને મળમાં લોહી આંતરડા, મૂત્રાશય કે અન્ય અવયવોમાં કેન્સરની નિશાની હોઈ શકે છે.
તાત્કાલિક ડૉક્ટરની મદદ લો
ત્વચામાં ફેરફાર: ત્વચા પર અચાનક બદલાવ, જેમ કે નવા તલ, મસા, ડાઘ, રંગમાં ફેરફાર (લાલ, કાળું), ખંજવાળ, દુખાવો કે સ્રાવ થાય તો તે કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. આવા લક્ષણોને ગંભીરતાથી લો.
વજન ઘટવું અને તાવ: કોઈ સ્પષ્ટ કારણ વગર વજન ઘટવું, ભૂખ ઓછી લાગવી કે લાંબા સમય સુધી તાવ રહેવો ચિંતાજનક છે. આ અંતર્ગત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે.
આ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લઈ, જરૂરી તપાસ કરાવો, જેથી વહેલું નિદાન અને સારવાર શક્ય બને.