Home Health-lifestyle Know These 5 Things Before Reducing Cholesterol By Changing Your Diet 5 Big Myths About Cholesterol

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ : ડાયેટમાં ફેરફાર કરતા પહેલા આ 5 વાતો જાણી લો

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 09:02 AM IST

આજના સમયમાં હૃદયની બીમારીઓ વધી રહી છે, ત્યારે કોલેસ્ટ્રોલ વિશે લોકોમાં ઘણી બધી ખોટી માન્યતાઓ છે.

1. શું ઈંડા ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે?

માન્યતા: ઘણા લોકો માને છે કે ઈંડા ખાવાથી લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઝડપથી વધી જાય છે.

હકીકત: ડૉક્ટરના જણાવ્યા અનુસાર, ખોરાક દ્વારા મળતું કોલેસ્ટ્રોલ આપણા લોહીના કોલેસ્ટ્રોલ પર બહુ ઓછી અસર કરે છે. આપણા શરીરમાં 75% કોલેસ્ટ્રોલ આપણું લીવર પોતે બનાવે છે. ઈંડામાં પ્રોટીન હોય છે અને તે મર્યાદિત માત્રામાં ખાવા સુરક્ષિત છે. જોકે, ઈંડાને માખણ કે ચીઝ સાથે રાંધવા નુકસાનકારક હોઈ શકે છે.

2. શું બધા જ ફેટ (Fats) શરીર માટે ખરાબ છે?

માન્યતા: વજન ઘટાડવા કે હૃદયને સ્વસ્થ રાખવા માટે ડાયેટમાંથી ફેટ કાઢી નાખવા જોઈએ.

હકીકત: આપણા મગજનો 60% ભાગ ફેટનો બનેલો છે. શરીરને કામ કરવા માટે 'સારા ફેટ્સ' ની જરૂર હોય છે. ઓલિવ ઓઈલ, ડ્રાયફ્રૂટ્સ અને માછલીમાં રહેલા હેલ્ધી ફેટ્સ (Unsaturated fats) કોલેસ્ટ્રોલ સુધારવામાં મદદ કરે છે. માત્ર ટ્રાન્સ ફેટ અને વધારે પડતું સેચ્યુરેટેડ ફેટ જ નુકસાનકારક છે.

3. શું કસરત કરવાથી ખરાબ ડાયેટની અસર દૂર થઈ શકે?

માન્યતા: જો તમે દરરોજ કસરત કરો છો, તો તમે ઓછી માત્રામાં ક્યારેક જંક ફૂડ ખાઈ શકો છો .

હકીકત: કસરત ચોક્કસપણે 'ગુડ કોલેસ્ટ્રોલ' (HDL) વધારે છે, પરંતુ તે ખરાબ ખોરાકથી થતા નુકસાનને પૂરી રીતે રોકી શકે નઈ. હૃદયને સ્વસ્થ રાખવા માટે કસરત અને સારો ખોરાક બંનેનું સંતુલન જરૂરી છે.

4. શું શાકાહારી બનવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થઈ જાય છે?

માન્યતા: માત્ર માંસાહારી લોકોને જ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા થાય છે, શાકાહારીઓને ઓછી થાય છે.

હકીકત: ઘણા શાકાહારી ખોરાક જેવા કે તળેલું ફરસાણ, મીઠાઈઓ અને પ્રોસેસ્ડ ફૂડમાં ભરપૂર માત્રામાં ખાંડ અને ખરાબ ફેટ હોય છે. આ વસ્તુઓ શાકાહારી હોવા છતાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ વધારી શકે છે.

5. શું ગઈકાલના જમવાથી આજનું કોલેસ્ટ્રોલ લેવલ નક્કી થાય છે?

માન્યતા: જો આજે રિપોર્ટ કરાવવાનો હોય, તો ગઈકાલે હળવું જમવાથી રિપોર્ટ સારો આવશે.

હકીકત: કોલેસ્ટ્રોલ એ લાંબા ગાળાની જીવનશૈલીનું પરિણામ છે. કોઈ એક દિવસના ભોજનથી તેમાં મોટો ફેરફાર થતો નથી. કોલેસ્ટ્રોલ વધવા પાછળ આનુવંશિક કારણો (Genetics) પણ 85% સુધી જવાબદાર હોઈ શકે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે માત્ર ડાયેટ પર આધાર રાખવાને બદલે નિયમિત તપાસ કરાવો. જરૂર જણાય તો ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ લેવી પણ હિતાવહ છે, કારણ કે માત્ર ખોરાક બદલવાથી દરેક વખતે કોલેસ્ટ્રોલ નિયંત્રિત થતું નથી.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now