SCO બેઠકમાં સંબોધન કરતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ટ્રમ્પની સીધો મેસેજ આપ્યો છે.
જિનપિંગે જણાવ્યું કે, “અપણે આપણી વિકાસ વ્યૂહરચનાઓને વધુ સારી રીતે સંકલિત કરવાની અને બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) ના ઉચ્ચ-ગુણવત્તાવાળા અમલીકરણને પ્રોત્સાહન આપવાની જરૂર છે.”
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે SCO એ અત્યાર સુધીમાં વિકાસ અને પરસ્પર સહયોગના ક્ષેત્રે ઐતિહાસિક અને ક્રાંતિકારી સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે આ સંગઠન વિશ્વનું સૌથી મોટું પ્રાદેશિક સંગઠન બની ગયું છે.
જિનપિંગે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, “અમે કૉલ્ડ વૉર જેવી વિચારસરણી અને ધમકીભર્યા પગલાંનો વિરોધ કરીએ છીએ.”
તેમણે આગળ જણાવ્યું કે ચીન તમામ સભ્ય દેશો સાથે મળીને આ પ્રાદેશિક સુરક્ષા પ્લેટફોર્મને નવા સ્તરે લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. SCO એ એક નવા પ્રકારના આંતરરાષ્ટ્રીય સંબંધોનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે અને બાહ્ય હસ્તક્ષેપનો ખુલ્લેઆમ વિરોધ કરે છે.
અંતે જિનપિંગે કહ્યું કે, “અપણે આપણા મતભેદોને પાછળ રાખીને સમાનતાનો માર્ગ શોધવો જોઈએ. સપના અને લક્ષ્યોને સાથે શેર કરી શક્તિ, ક્ષમતા અને સહિયારા દ્રષ્ટિકોણ સાથે આગળ વધવું જોઈએ.”