એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમાશે. જોકે, આ મેચને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે કેટલાક ભારતીય ફેન્સ અને એક્સ ક્રિકેટરો નથી ઇચ્છતા કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સાથે રમે. આ મેચની ટિકિટોનું વેચાણ હજુ શરૂ થયું નથી, પરંતુ ટિકિટોનું કાળાબજાર શરૂ થઈ ગયું છે.
સત્તાવાર વેબસાઇટ પરથી જ ટિકિટ ખરીદો
મળતી માહિતી અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ કાળા બજારમાં લગભગ 15 લાખમાં ઉપલબ્ધ છે. આ અંગે, અમીરાત ક્રિકેટ બોર્ડના ચીફ ઓપરેટિંગ સિસ્ટમ સુભાન અહેમદે ફેન્સને આવી કોઈપણ વેબસાઇટનો શિકાર ન બનવા અપીલ કરી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે સોશિયલ મીડિયા પર આ અંગે ચેતવણી પણ જાહેર કરી છે. ફેન્સને સલાહ આપવામાં આવી છે કે જ્યારે ભારત-પાક મેચની ટિકિટનું વેચાણ શરૂ થાય ત્યારે ફક્ત સત્તાવાર વેબસાઇટ પરથી જ ટિકિટ ખરીદો.
પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ રમાઈ શકે છે
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ રમાઈ શકે છે. પહેલી વાર બંને ટીમો 14 સપ્ટેમ્બરે ટકરાશે, ત્યારબાદ 21 સપ્ટેમ્બરે બંને ટીમો વચ્ચે મેચ થશે. તે સિવાય જો બંને ટીમો ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે, તો બંને ટીમો 28 સપ્ટેમ્બરે ફાઇનલમાં ટકરાશે.