logo-img
How Much Reduction Will Be Made In Which Maruti Car After The Reduction In Gst

GST માં ઘટાડા પછી Maruti ની કાર્સમાં આવશે મોટો ઘટાડો : આ બે કારમાં તો 90000 સુધીની રાહત

GST માં ઘટાડા પછી Maruti ની કાર્સમાં આવશે મોટો ઘટાડો
Published by: Offbeat Team
| Last Updated: Aug 20, 2025, 12:41 PM IST

આ દિવાળી પર, મોદી સરકાર નાની કાર સહિત ઘણી વસ્તુઓ પર GST ઘટાડવાનું આયોજન કરી રહી છે. હાલમાં, આ કાર પર 28% GST અને 1% સેસ, એટલે કે કુલ 29% ટેક્સ લાગે છે. પરંતુ જો તેને ઘટાડીને 18% કરવામાં આવે છે, તો ગ્રાહકોને 10% નો સીધો ફાયદો મળશે. ઉદાહરણ તરીકે, જો કારની એક્સ-ફેક્ટરી કિંમત 5 લાખ રૂપિયા હોય, તો 29% ટેક્સ ઉમેર્યા પછી તે 6.45 લાખ રૂપિયા થાય છે. પરંતુ જો GST ઘટાડીને 18% કરવામાં આવે છે, તો કિંમત ફક્ત 5.90 લાખ રૂપિયા થશે. એટલે કે ખરીદનારને લગભગ 55,000 રૂપિયાની બચત થશે. તેવી જ રીતે, 10 લાખ રૂપિયાની કાર પર લગભગ 1.10 લાખ રૂપિયાની બચત થઈ શકે છે.

Maruti Suzuki Alto પર કેટલી બચત થશે?

Maruti Suzuki Alto K10 ની હાલની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 4.23 લાખ રૂપિયા છે. આમાં 29% ટેક્સ એટલે કે 1.22 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે. જો GST ઘટાડીને 18% કરવામાં આવે છે, તો ટેક્સ ફક્ત 80,000 રૂપિયા થશે. આનો અર્થ એ છે કે ગ્રાહકોને અલ્ટો પર 42,000 રૂપિયા સુધીની બચત મળશે.

Maruti Suzuki WagonR

WagonR ની શરૂઆતની કિંમત 5.78 લાખ રૂપિયા છે. હાલમાં અદાજીત 1.67 લાખ રૂપિયા ટેક્સ લાગે છે. GST ઘટાડા પછી ટેક્સ 1.09 લાખ રૂપિયા રહેશે. એટલે WagonR ખરીદી પર લગભગ 58,000 રૂપિયાની બચત થશે.

Maruti Suzuki Swift અને Dzire

Swift ની શરૂઆતી કિંમત 6.49 લાખ રૂપિયા છે, જેમાં લગભગ 1.88 લાખ રૂપિયાનો ટેક્સ સામેલ છે. GSTમાં ઘટાડા પછી, ટેક્સ ફક્ત 1.23 લાખ રૂપિયા થશે. એટલે કે સ્વિફ્ટ પર લગભગ 65,000 રૂપિયાની બચત થશે. Dzire ની હાલની કિંમત 6.83 લાખ રૂપિયા છે. તેના પર લગભગ 1.98 લાખ રૂપિયાનો ટેક્સ લાગે છે. GSTમાં ઘટાડા પછી, આ ટેક્સ ઘટીને 1.29 લાખ રૂપિયા થઈ શકે છે. આનો અર્થ એ છે કે, ગ્રાહકો માટે ડિઝાયર લગભગ 68,000 રૂપિયા સસ્તી થશે.

Maruti Brezza અને Ertiga

Brezza ની શરૂઆતી કિંમત 8.69 લાખ રૂપિયા છે. હાલમાં, તેના પર 2.52 લાખ રૂપિયાનો ટેક્સ લાગે છે. 18% GST લાગુ થયા પછી, ટેક્સ ફક્ત 1.65 લાખ રૂપિયા થશે. એટલે કે ગ્રાહકોને બ્રેઝા પર લગભગ 87,000 રૂપિયાનો ફાયદો થશે. અને, Ertiga ની શરૂઆતી કિંમત 9.11 લાખ રૂપિયા છે. હાલમાં, તેના પર 2.64 લાખ રૂપિયાનો ટેક્સ લાગે છે. પરંતુ નવા ટેક્સ દર પછી, તે 1.73 લાખ રૂપિયા થઈ જશે. આનો અર્થ એ છે કે અર્ટિગા પર લગભગ 91,000 રૂપિયાની બચત થશે.

ગ્રાહકો માટે મોટી ભેટ

જો સરકાર GSTમાં આટલો મોટો ઘટાડો કરે છે, તો મધ્યમ વર્ગના પરિવારો માટે કાર ખરીદવાનું સરળ બનશે. ખાસ કરીને પહેલી વાર કાર ખરીદનારાઓને Alto, WagonR, Swift અને Dzire જેવા વાહનો પર સારી બચત મળશે. Brezza અને Ertiga જેવી મોટી કારોમાં પણ 90,000 રૂપિયા સુધીની રાહત મળી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now