દેશમાં વર્તમાન સમયમાં ઘણી બધી સરકારી યોજનાઓ ચાલી રહી છે જેનો મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે. ઘણી બધી યોજનાઓ છે જેમાં સીધી આર્થિક મદદ આપવામાં આવે છે, જ્યારે ઘણી યોજનાઓ હેઠળ સબસિડી આપવાની જોગવાઈ છે. જ્યારે, ઘણી બધી યોજનાઓ છે જેના દ્વારા અન્ય પ્રકારની મદદ પણ આપવામાં આવે છે. આવી જ એક યોજના છે વ્હાલી દીકરી યોજના. જેમા સરકાર દ્વારા દીકરીઓને અમુક રકમ આપવામાં આવે છે. તો ચાલો આ ટીઓના યોજના વિશે જાણીએ...
શું લાભ મળશે?
દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.4000 ની સહાય.
દીકરી ધોરણ-9 માં આવે ત્યારે રૂ.6000 ની સહાય.
દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.1,00,000 ની આર્થિક સહાય.
દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.
લાભ લેવા માટે પાત્રતા
તા.02/08/2019 કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)
દંપતીની પ્રથમ 3 સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
લાભ મેળવવા માટે જરૂરી પુરાવા
દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (2,00,000 થી ઓછી આવક મર્યાદા)
દીકરીના માતા-પિતાના આધાર કાર્ડ
દીકરીના માતા-પિતાના જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
દીકરીના માતા-પિતાનું રહેઠાણનો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
દીકરીનો જન્મ દાખલો
દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડયાનું પ્રમાણપત્ર
દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું
યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો પડશે.