Home Gujarat Gujarat Local Body Elction Junagadh Bjp Whatsapp Group Social Media Controversy Obscene Video

"ભાઈ, આવા ગંદા વીડિયો ના મૂકો, ગ્રૂપમાં લેડીઝ પણ છે" : ભાજપના Whatsapp ગ્રૂપમાં ગંદો Video શેર કરતા મહિલા કાર્યકરો ભડકી, કોણે કાઢયા સંગઠનની આબરૂના ધજાગરા?

"ભાઈ, આવા ગંદા વીડિયો ના મૂકો, ગ્રૂપમાં લેડીઝ પણ છે"
Published by: OBS Bureau
| Last Updated: Mar 23, 2026, 07:18 AM IST

Obscene Video Link Viral: એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો તડામાર તૈયારીઓમાં લાગેલા છે. એવામાં બીજી તરફ કોઈકને કોઈક રીતે સત્તાપક્ષ ભાજપ વિવાદોમાં સપડાયેલું જોવા મળી રહ્યું છે. હાલ જૂનાગઢ ભાજપના એક વ્હોટ્સએપ ગ્રૂપે આખા સંગઠનની આબરૂના ધજાગરા ઉડાડ્યા છે. વ્હોટ્સએપ ગ્રૂપમાં કોઈએ અશ્લીલ વીડિયો શેર કરતા મહિલા કાર્યકરો રોષે ભરાઈ છે. જેમાં એક મહિલા કાર્યકરે તો રોષે ભરાઈને ટકોર પણ કરી છેકે, "ભાઈ, આવા ગંદા વીડિયો ના મૂકો, ગ્રૂપમાં લેડીઝ પણ છે".

જૂનાગઢમાં રાજકીય વર્તુળોમાં એક શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ‘જૂનાગઢ સિટી વોર્ડ નંબર 6’ના સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો લિંક શેર થતાં ભારે વિવાદ ઊભો થયો છે. આ ઘટના ગત 22 માર્ચની મોડી રાત્રે બની હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે રાત્રે લગભગ 1:57 વાગ્યે એક સભ્ય દ્વારા ગ્રુપમાં બિભત્સ અને અશ્લીલ લખાણ ધરાવતી લિંક મોકલવામાં આવી હતી.

આ ગ્રુપમાં મહિલા કાર્યકરો, કોર્પોરેટરો તેમજ પક્ષના અનેક હોદ્દેદારો જોડાયેલા હોવાને કારણે ઘટના વધુ ગંભીર બની ગઈ છે. મેસેજ આવતાની સાથે જ ગ્રુપના સભ્યોમાં ચોંકાવનારી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે ખાસ કરીને મહિલા સભ્યોમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફાટી નીકળ્યો છે. મહિલા સભ્યોના મત મુજબ, આ પ્રકારની ઘટના તેમની સુરક્ષા અને ગરીમા સામે પ્રશ્નો ઉભા કરે છે.

ઘટના બાદ ગ્રુપના એક જાગૃત સભ્યે તરત જ વિરોધ નોંધાવતા મેસેજ કર્યો હતો કે, “આ ગ્રુપમાં આવા વીડિયો ન મૂકો, અહીં લેડીઝ પણ છે.” આ ટકોર બાદ પણ ઘટનાના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયા, જેના કારણે જૂનાગઢ શહેરના રાજકીય વાતાવરણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ મામલે વોર્ડ નંબર 6ના ભાજપના કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેમને હજુ સુધી આ ઘટનાની જાણ નથી અને તેઓ સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરે છે. જોકે, તેમણે કહ્યું કે જો આવો મેસેજ મોકલાયો હશે તો તેને ડિલીટ કરવા માટે સૂચના આપવામાં આવશે.

બીજી તરફ, જે વ્યક્તિના નંબર પરથી લિંક મોકલાઈ હતી તેણે આશ્ચર્યજનક રીતે દાવો કર્યો કે મેસેજ કેવી રીતે મોકલાયો તેની તેને જાણ નથી અને કદાચ મોબાઈલ હાથમાંથી પડી જવાથી આ બન્યું હશે. હાલમાં આ ઘટનાના સ્ક્રીનશોટ્સ ઝડપથી વાયરલ થતા પક્ષની છબીને નુકસાન પહોંચ્યું છે અને શિસ્તભંગના મુદ્દે ચર્ચાઓ તેજ બની છે. હવે પક્ષ દ્વારા જવાબદાર વ્યક્તિ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે અને આવનારા દિવસોમાં નેતૃત્વ શું વલણ અપનાવે છે, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ટેક્સથી લગ્ન નોંધણી સુધી બધું જ એક ક્લિકમાં: હવે નહીં ખાવા પડે કચેરીઓના ધક્કા! ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિનું નવું પ્રતીક બનશે ઇ-નગર પોર્ટલ

ટેક્સથી લગ્ન નોંધણી સુધી બધું જ એક ક્લિકમાં

ભાવનગર: બુટલેગરોના ગઢ ગણાતા આડોડિયાવાસમાં SPનું બુલડોઝર ફર્યું, ભારે હોબાળો છતાં ડિમોલિશન યથાવત્

ભાવનગર

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર: ગમે ત્યારે જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો, ચૂંટણીપંચે જાહેર કરી મતદાર યાદી

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર

પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે સરકારની હાઈ-લેવલ બેઠક: સરકારી કંપનીઓ પાસે પૂરતો જથ્થો હોવાની ખાતરી, ગભરાઈને સંગ્રહખોરી ન કરવા અપીલ

પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે સરકારની હાઈ-લેવલ બેઠક

ક્રિકેટનું મેદાન બન્યું યુદ્ધનું મેદાન: રન લેવા જેવી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ બાદ હવામાં ફાયરિંગ, સમગ્ર પંથકમાં ફફડાટ

ક્રિકેટનું મેદાન બન્યું યુદ્ધનું મેદાન

એશિયાના બીજા સૌથી ઊંચા ગુંબજને મળ્યું નવું જીવન: રિસ્ટોરેશનમાં ક્યાંય નથી વપરાયો સિમેન્ટ, જાણો શું છે સિક્રેટ?

એશિયાના બીજા સૌથી ઊંચા ગુંબજને મળ્યું નવું જીવન

મોજમસ્તી બની મોતની સજા!: વાઘોડિયાના આલમગઢમાં તળાવમાં ન્હાવા પડેલા 4 મિત્રો પૈકી 2 યુવાનો ડૂબ્યા, પરિવારમાં આક્રંદ

મોજમસ્તી બની મોતની સજા!
Play Video

રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે: વડોદરામાં 'આદિવાસી અધિકાર સંવાદ' દ્વારા કરાશે ચૂંટણીના શ્રીગણેશ, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ

રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો: કમોસમી વરસાદની ઘાત ટળી

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક: બસ સ્ટેન્ડ પાસે ઊભેલા શ્રમિક પરિવારને કચડ્યો, 11 વર્ષની બાળકીનું મોત

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક

અમરેલીમાં વિકાસનો મહાકુંભ: CM ભૂપેન્દ્ર પટેલે રૂ. 700 કરોડના 24 પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત!

અમરેલીમાં વિકાસનો મહાકુંભ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ: 5,500 કન્ટેનરો વિદેશી પોર્ટ પર અટવાયા, કરોડોનું નુકસાન!

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન: શું સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું પ્લાન? AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આપી જાણકારી

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન: અચાનાક પૂર્વ કાયદા મંત્રી ઉદેસિંહ બારીયાના નિધનથી સ્થાનિક રાજકારણમાં શોકનું મોજું!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન: "જંગ માટે તૈયાર રહેજો", પરસોત્તમ રૂપાલાનું ઈશ્વરિયાથી સમાજને આહવાન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન
Play Video

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર': તોડી શકે છે ક્રિસ ગેલનો રેકોર્ડ, આ ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયામાં રમતો દેખાશે આ ગુજરાતી છોકરો

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર'

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી: ખાડાનું પાણી પીતા જ 33 ઘેટાં-બકરાના ટપોટપ મોત, માલધારીઓમાં ભારે રોષ!

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી
Play Video

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો: ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું, ભાજપમાં જોડાયા વાવ-થરાદના કોંગ્રેસના મોટા નેતાઓ

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર": રાજુલાની નેહાનો ચોંકાવનારો વીડિયો વાયરલ

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર"
Play Video