Home Gujarat Gujarat Digital Revolution E Nagar Portal Gujarat Digital India Mission Government Services Online

ટેક્સથી લગ્ન નોંધણી સુધી બધું જ એક ક્લિકમાં : હવે નહીં ખાવા પડે કચેરીઓના ધક્કા! ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિનું નવું પ્રતીક બનશે ઇ-નગર પોર્ટલ

ટેક્સથી લગ્ન નોંધણી સુધી બધું જ એક ક્લિકમાં
Published by: OBS Bureau
| Last Updated: Mar 23, 2026, 08:03 AM IST

Gujarat Digital Revolution: PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં ડિજિટલ પરિવર્તનનો એક નવો અધ્યાય શરૂ થયો છે. ટેક્નોલૉજીના અસરકારક ઉપયોગ દ્વારા દરેક નાગરિકનું જીવન સરળ બને એ ઉદ્દેશથી તેમણે ડિજિટલ ઇન્ડિયા મિશન શરૂ કર્યું હતું. આજે ઇન્ટરનેટની વ્યાપક પહોંચ અને સરકારી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ થવાથી સામાન્ય નાગરિકના રોજિંદા કામો સરળતાથી પૂરા થઈ શકે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને નાગરિક-કેન્દ્રિત ગવર્નન્સને નવી ઊંચાઈઓ મળી રહી છે. નગરપાલિકાની વિવિધ સેવાઓ એક જ પ્લેટફોર્મ લાવવાના ઉદ્દેશથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા ઇ-નગર પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2025-26માં 18 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે.

ઇ-નગર પોર્ટલ અંતર્ગત નાગરિકો ફરિયાદ નોંધણી

ઉલ્લેખનીય છે કે, ઇ-નગર પોર્ટલ અંતર્ગત નાગરિકો ફરિયાદ નોંધણી, દુકાનના લાયસન્સ માટેની અરજી, લગ્નની નોંધણી, મકાનની પરવાનગી, વ્યવસાયિક ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, એસ્ટેટ રેન્ટની ચૂકવણી, હૉલ બુકિંગ, મિલકત વેરો, પાણી અને ડ્રેનેજ જોડાણોનું સંચાલન વગેરે કામો ઘરેબેઠાં ઓનલાઇન કરી શકે છે. આ પોર્ટલ 24×7 ઓનલાઈન ઍક્સેસ, પેમેન્ટ માટે કાર્ડ્સ, UPI અને નેટ બૅન્કિંગ જેવા વિકલ્પો, રિયલ-ટાઇમ એપ્લિકેશન ટ્રેકિંગ, મોબાઇલ એપ્લિકેશન સપોર્ટ પ્રદાન કરે છે તેમજ નાગરિકો પ્રમાણપત્રો અને રસીદો પણ ડાઉનલોડ કરી શકે છે.

નવી ટેક્નોલૉજીનો ઉપયોગ

એટલું જ નહીં, નાગરિકો પોર્ટલનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે એ માટે નવી ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ માહિતી સરળતાથી મેળવી શકે તે માટે પોર્ટલમાં AI ચૅટબોટની સુવિધા ઉમેરવામાં આવી છે. આ ઉપરાંત, ભાષિણીના સહયોગથી ઇ-નગર પોર્ટલ હવે 23 ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેના કારણે વિવિધ ભાષા બોલતા લોકો માટે તેનો ઉપયોગ વધુ સરળ બન્યો છે.

વહીવટીતંત્ર વચ્ચેનો સંપર્ક વધુ સરળ અને મજબૂત

ગુજરાત સરકારના ઇ-નગર પ્રોજેક્ટના કારણે નાગરિકો અને વહીવટીતંત્ર વચ્ચેનો સંપર્ક વધુ સરળ અને મજબૂત બન્યો છે. નાગરિકો હવે કોઈપણ જગ્યાએથી ફી, ટેક્સ અને અન્ય ચાર્જિસની ચૂકવણી કરી શકે છે, રજિસ્ટ્રેશન કરી શકે છે તેમજ પ્રમાણપત્રો ઓનલાઇન મેળવી શકે છે. આ રીતે, રાજ્ય સરકારની એકીકૃત ડિજિટલ વ્યવસ્થા દ્વારા નાગરિકોને તમામ સેવાઓ એક જ સ્થળે મળે છે.

વર્ષ 2025–26 દરમિયાન ઇ-નગર પોર્ટલ પર 18 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા

ઇ-નગર પોર્ટલના કારણે કાગળકામ ઘટ્યું છે, મ્યુનિસિપલ ઓફિસોમાં લાંબી લાઇનોમાં ઊભા રહેવાની સમસ્યા દૂર થઈ છે અને નાગરિક સેવાઓ વધુ ઝડપી અને પારદર્શક બની છે. વર્ષ 2025–26 દરમિયાન પોર્ટલ પર 18 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે અને ₹1,031 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. વર્ષ 2024–25માં 26 લાખ ટ્રાન્ઝેક્શન અને ₹1,522 કરોડની આવક નોંધાઈ હતી. એકંદરે, આ પ્લેટફોર્મ પર 1.24 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન થયા છે અને ₹6,076 કરોડથી વધુની આવક પ્રાપ્ત થઈ છે, જે દર્શાવે છે કે લોકો આ પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે તેમજ તેમનો સમય પણ બચી રહ્યો છે

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ભાવનગર: બુટલેગરોના ગઢ ગણાતા આડોડિયાવાસમાં SPનું બુલડોઝર ફર્યું, ભારે હોબાળો છતાં ડિમોલિશન યથાવત્

ભાવનગર

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર: ગમે ત્યારે જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો, ચૂંટણીપંચે જાહેર કરી મતદાર યાદી

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર

પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે સરકારની હાઈ-લેવલ બેઠક: સરકારી કંપનીઓ પાસે પૂરતો જથ્થો હોવાની ખાતરી, ગભરાઈને સંગ્રહખોરી ન કરવા અપીલ

પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે સરકારની હાઈ-લેવલ બેઠક

"ભાઈ, આવા ગંદા વીડિયો ના મૂકો, ગ્રૂપમાં લેડીઝ પણ છે": ભાજપના Whatsapp ગ્રૂપમાં ગંદો Video શેર કરતા મહિલા કાર્યકરો ભડકી, કોણે કાઢયા સંગઠનની આબરૂના ધજાગરા?

"ભાઈ, આવા ગંદા વીડિયો ના મૂકો, ગ્રૂપમાં લેડીઝ પણ છે"