Home Gujarat Ahmedabad Dholka Ingoli Village Public Firing After Violent Clash Between Two Groups Over Run

ક્રિકેટનું મેદાન બન્યું યુદ્ધનું મેદાન : રન લેવા જેવી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ બાદ હવામાં ફાયરિંગ, સમગ્ર પંથકમાં ફફડાટ

ક્રિકેટનું મેદાન બન્યું યુદ્ધનું મેદાન
Published by: OBS Bureau
| Last Updated: Mar 23, 2026, 06:54 AM IST

Dholka News Updates: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઈંગોલી ગામે રવિવારની બપોરે જ્યારે યુવાનો ક્રિકેટની રમતનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે રમત-રમતમાં થયેલી બોલાચાલી હિંસક વળાંક લેશે અને મામલો ફાયરિંગ સુધી પહોંચશે. રમત દરમિયાન થયેલી ઉગ્ર તકરારમાં આવેશમાં આવી ગયેલા વહિદખાન પઠાણ નામના શખસે પોતાની પાસે રહેલા હથિયારનો ઉપયોગ કરી હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો પ્રચંડ અવાજ સાંભળતા જ મેદાનમાં હાજર અન્ય ખેલાડીઓ અને ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા આમ-તેમ ભાગવા લાગ્યા હતા.

ક્રિકેટની રમત બની હિંસક: હવામાં ફાયરિંગથી ચકચાર

બનાવની વિગત અનુસાર, ઈંગોલી ગામે એક જ કોમના બે જૂથના યુવકો રવિવારની રજા હોવાથી ક્રિકેટ રમી રહ્યા હતા. રમત દરમિયાન રન લેવા અથવા આઉટ આપવા જેવી નજીવી બાબતે બંને પક્ષના યુવકો વચ્ચે તકરાર શરૂ થઈ હતી. જોકે, આ બોલાચાલીએ થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ લીધું હતું અને બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા. આ બબાલ દરમિયાન વહિદખાન મજીદખાન પઠાણ નામના શખસે ઉશ્કેરાઈ જઈને પોતાની પાસે રહેલું હથિયાર કાઢ્યું હતું અને હવામાં ફાયરિંગ કર્યું હતું. જો કે, સદનસીબે, ફાયરિંગ હવામાં થયું હોવાથી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો.આ ઘટના બાદ ગામમાં તંગદિલી વ્યાપી ગઈ હતી અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

પોલીસનો મોટો કાફલો ઉતારી દેવાયો: ગામ છાવણીમાં ફેરવાયું

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા અમદાવાદ જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને જોતજોતામાં ઈંગોલી ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ફાયરિંગની જાણ થતા જ ધોળકા ડિવિઝનના ડીવાયએસપી, ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એલસીબી (LCB) સહિતની ટીમોનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ફાયરિંગ કરનાર શખસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ધરપકડની તજવીજ અને કાયદેસરની કાર્યવાહી

ધોળકા રૂરલ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસે ફાયરિંગ કરનાર શખસ અને અન્ય સંડોવાયેલા લોકો વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરવાની તજવીજ તેજ કરી છે. પોલીસે હથિયારના લાયસન્સ અંગે પણ તપાસ શરૂ કરી છે. હાલમાં ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે, પરંતુ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિનું નવું પ્રતીક: ઇ-નગર પોર્ટલની અદ્ભુત સફળતા, ટેક્સથી લગ્ન નોંધણી સુધી બધું એક ક્લિકમાં!

ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિનું નવું પ્રતીક

ભાવનગર: બુટલેગરોના ગઢ ગણાતા આડોડિયાવાસમાં SPનું બુલડોઝર ફર્યું, ભારે હોબાળો છતાં ડિમોલિશન યથાવત્

ભાવનગર

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર: ગમે ત્યારે જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો, ચૂંટણીપંચે જાહેર કરી મતદાર યાદી

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર

પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે સરકારની હાઈ-લેવલ બેઠક: સરકારી કંપનીઓ પાસે પૂરતો જથ્થો હોવાની ખાતરી, ગભરાઈને સંગ્રહખોરી ન કરવા અપીલ

પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે સરકારની હાઈ-લેવલ બેઠક

"ભાઈ, આવા ગંદા વીડિયો ના મૂકો, ગ્રૂપમાં લેડીઝ પણ છે": ભાજપના Whatsapp ગ્રૂપમાં ગંદો Video શેર કરતા મહિલા કાર્યકરો ભડકી, કોણે કાઢયા સંગઠનની આબરૂના ધજાગરા?

"ભાઈ, આવા ગંદા વીડિયો ના મૂકો, ગ્રૂપમાં લેડીઝ પણ છે"

એશિયાના બીજા સૌથી ઊંચા ગુંબજને મળ્યું નવું જીવન: રિસ્ટોરેશનમાં ક્યાંય નથી વપરાયો સિમેન્ટ, જાણો શું છે સિક્રેટ?

એશિયાના બીજા સૌથી ઊંચા ગુંબજને મળ્યું નવું જીવન

મોજમસ્તી બની મોતની સજા!: વાઘોડિયાના આલમગઢમાં તળાવમાં ન્હાવા પડેલા 4 મિત્રો પૈકી 2 યુવાનો ડૂબ્યા, પરિવારમાં આક્રંદ

મોજમસ્તી બની મોતની સજા!
Play Video

રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે: વડોદરામાં 'આદિવાસી અધિકાર સંવાદ' દ્વારા કરાશે ચૂંટણીના શ્રીગણેશ, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ

રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો: કમોસમી વરસાદની ઘાત ટળી

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક: બસ સ્ટેન્ડ પાસે ઊભેલા શ્રમિક પરિવારને કચડ્યો, 11 વર્ષની બાળકીનું મોત

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક

અમરેલીમાં વિકાસનો મહાકુંભ: CM ભૂપેન્દ્ર પટેલે રૂ. 700 કરોડના 24 પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત!

અમરેલીમાં વિકાસનો મહાકુંભ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ: 5,500 કન્ટેનરો વિદેશી પોર્ટ પર અટવાયા, કરોડોનું નુકસાન!

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન: શું સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું પ્લાન? AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આપી જાણકારી

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન: અચાનાક પૂર્વ કાયદા મંત્રી ઉદેસિંહ બારીયાના નિધનથી સ્થાનિક રાજકારણમાં શોકનું મોજું!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન: "જંગ માટે તૈયાર રહેજો", પરસોત્તમ રૂપાલાનું ઈશ્વરિયાથી સમાજને આહવાન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન
Play Video

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર': તોડી શકે છે ક્રિસ ગેલનો રેકોર્ડ, આ ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયામાં રમતો દેખાશે આ ગુજરાતી છોકરો

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર'

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી: ખાડાનું પાણી પીતા જ 33 ઘેટાં-બકરાના ટપોટપ મોત, માલધારીઓમાં ભારે રોષ!

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી
Play Video

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો: ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું, ભાજપમાં જોડાયા વાવ-થરાદના કોંગ્રેસના મોટા નેતાઓ

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર": રાજુલાની નેહાનો ચોંકાવનારો વીડિયો વાયરલ

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર"
Play Video