આજકાલ મોટાભાગના લોકો પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છે. ક્યારેક કબજિયાત અને ક્યારેક પેટનું ફૂલવું. હાર્ટબર્ન અને અપચાની સમસ્યા વ્યક્તિને બેચેન બનાવે છે. આવી સ્થિતિમાં, બજારમાંથી ગોળીઓ ખરીદવાને બદલે, તમારા ડાયટ પર ધ્યાન કેન્દ્રિત કરો. રસોડામાં રાખેલી ઘણી વસ્તુઓ તમારા પેટ અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારી શકે છે. ભારતીય રસોડાના મસાલા અને જડીબુટ્ટીઓ હવે આધુનિક વિજ્ઞાનમાં પણ પેટ માટે હેલ્ધી માનવામાં આવે છે. તો ચાલો આવી અમુક ચીજો વિશે જાણીએ કે, જેનો ઉપયોગ તેઓ પોતે પણ તેમના આંતરડાના સ્વાસ્થ્ય માટે કરે છે.
હળદર
હળદર દરેક ઘરના રસોડામાં રાખવામાં આવે છે અને તે ઘણી બીમારીઓમાં ફાયદાકારક છે. તેમાં રહેલું એન્ટિ ઇન્ફ્લેમેટરી કમ્પાઉન્ડ કર્ક્યુમિન આંતરડાના સ્વાસ્થ્ય માટે સારું છે. ગરમ દૂધમાં હળદર ભેળવીને પીવાથી આંતરડામાં બળતરા દૂર થાય છે અને બાઈલ ફ્લોને સર્પોટ કરે છે. જે ચરબી તોડવામાં મદદ કરે છે. હળદર પાચનતંત્રને સ્મુદ બનાવે છે.
આદું બ્લોટિંગ અને ઊબકાની સમસ્યા દૂર કરે છે
આદુનો ઉપયોગ કુદરતી પાચન સહાયક તરીકે થાય છે. તે ગેસ રિલીઝ કરવામાં, પેટનું ફૂલવું દૂર કરવામાં અને ઉબકા અટકાવવામાં મદદ કરે છે. તાજા આદુના ટુકડાને ગરમ પાણીમાં ઉકાળીને પીવાથી પાચનમાં મદદ મળે છે. આદુનો ગરમ ગુણ પાચનને સરળ બનાવે છે.
વરિયાળી ગેસ અને પેટનું ફૂલવું દૂર કરશે
ભારતમાં, જમ્યા પછી વરિયાળી ચાવવાની આદત સદીઓ જૂની છે. વરિયાળી આંતરડાના સ્નાયુઓને આરામ આપે છે અને પેટનું ફૂલવું દૂર કરીને ગેસ મુક્ત કરવામાં મદદ કરે છે. વરિયાળી ચાવો અથવા પાણીમાં વરિયાળી ઉકાળીને ચા બનાવો અને પીવો. દરરોજ ભોજન પછી વરિયાળી ચાવવાની આદત પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે.
જીરું પેટના દુખાવામાં રાહત આપે છે
જીરું દાળનો સ્વાદ વધારે છે, પરંતુ સ્વાદ વધારવા ઉપરાંત, જીરું આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જીરું પિત્તને મુક્ત કરવામાં મદદ કરે છે જે ચરબીના પાચનમાં મદદ કરે છે. તે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ ધરાવતા લોકોને પીડાથી રાહત આપે છે.
તજ
તજનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. પરંતુ તજના ઘણા ફાયદા પણ છે. બ્લડ સુગરને નિયંત્રિત કરવા ઉપરાંત, તે પાચનને સરળ બનાવે છે અને આંતરડાની ગતિશીલતાને નિયંત્રિત કરે છે. તે ચયાપચયને વેગ આપે છે અને પેટનું ફૂલવું ઘટાડે છે.
ફુદીનો
ફુદીનો એક કુદરતી ઠંડક આપનાર પદાર્થ છે અને પેટને શાંત કરે છે. તે આંતરડાના સ્નાયુઓને આરામ આપે છે અને પાચનની અગવડતા દૂર કરે છે. ફુદીનાની ચા પીવાથી હાર્ટબર્નમાં રાહત મળે છે.
લસણ આંતરડાના બેક્ટેરિયા માટે સારું છે
લસણ એક કુદરતી પ્રોબાયોટિક છે. તે સારા બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે. ઉપરાંત, તેના એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિપેરાસાઇટિક ગુણો હંમેશા હાનિકારક બેક્ટેરિયાને નિયંત્રણમાં રાખે છે. જેના કારણે આંતરડાનું સ્વાસ્થ્ય સારું રહે છે અને દરરોજ લસણ ખાવાથી માઇક્રોબાયલ સંતુલન જળવાઈ રહે છે.