Animals poison used as a medicine: ઝેર લોકોનો જીવ લે છે, પણ પેલું કહેવાય છે ને કે લોઢાંને લોઢું જ કાપે. બસ આ જ રીતે ઝેર પણ કોઈક સમયે વરદાન રૂપ સાબિત થતું હોય છે. જેમ કે સાપ, વીંછી અને કારોડિયાના ઝેરમાંથી દવાઓ બને છે. જે ડાયાબિટીસ, હ્રદય રોગ અને અલ્ઝાઇમરના દર્દીઑ માટે ફાયદાકારક હોય છે. તો ચાલો આના વિશે જાણીએ...
ઝેરથી હ્રદયની સારવાર
ઓસ્ટ્રેલીયામાં જોવા મળતો આ સાપ સૌથી ઝેરી માનવામાં આવે છે. આ સાપનું ઝેર હાર્ટ એટેક આવવા પર જે દવાઓનો ઉપયોગ થાય છે તે દવાઓમાં આ ઝેરનો ઉપયોગ થાય છે.
વીંછી
વીંછીનું ઝેર સૌથી ખતરનાક માનવામાં આવે છે પરંતુ આનો ઉપયોગ દુખાવો ઘટાડવાની દવાઓ અને હ્રદય સંબંધિત બીમારીઓમાં કરવામાં આવે છે.
કારોડિયા
ચિલીમાં જોવા મળતા ઝેરી કારોડિયાનો ઉપયોગ હ્રદય સંબંધિત બીમારીઑમાં કરી શકાય છે. સંશોધકો માને છે કે આનો ઉપયોગ નપુંસકતા દૂર કરવા માટે પણ થઈ શકે છે.
મધમાખી
મધમાખીના ડંખથી સંધિવાની સારવાર થાય છે. જ્યાં દુખાવો થાય છે ત્યાં દર્દીના શરીરમાં મધમાખી પાસે ડંખ મરવવામાં આવે છે. સારવારની આ પધ્ધતિ 3 હજાર વર્ષ જૂની છે.
અલ્ઝાઇમર
વૈજ્ઞાનિકો માને છે કે દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા પીળા સાપના ઝેરનો ઉપયોગ ભૂલવાની બીમારીને દૂર કરવા માટે કરવામાં આવે છે.
જળો
જળોના અણીદાર મોંમાંથી એક પ્રકારનો ઝેરી પદાર્થ નીકળે છે જેનો ઉપયોગ પીડા નિવારક દવાઓમાં થાય છે.
કોબ્રાનું ઝેર
ગળા પર કાળી ગોળાકાર પટ્ટી ધરાવતો કોબ્રા ગરદન ઉંચી કરીને ઝેર ફેંકે છે. તેનું ઝેર ખૂબ ખતરનાક હોવા છતાં, તેનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે.
ડાયાબિટીસની સારવાર
મોતીઓથી સજેલી ગરોળીના ઝેરનો ઉપયોગ ડાયાબિટીસની સારવાર માટે ઉપયોગમાં લેવાથી દવાઓમાં થાય છે. તેના લાળમાં એનેક્સિન-4 નામનું રસાયણ હોય છે, જે લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરી શકે છે.




















