Vaibhav Suryavanshi: 15 ઓક્ટોબરથી શરૂ થનારી રણજી ટ્રોફી 2025-26 સીઝનના પહેલા બે રાઉન્ડ માટે વૈભવ સૂર્યવંશીને બિહારનો વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમનું નેતૃત્વ સાકિબુલ ગની કરશે. 14 વર્ષની ઉંમરે ભારતની અંડર-19 ટીમ માટે રમતા, આ યુવા રાજસ્થાન રોયલ્સ (RR) બેટ્સમેન ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સેંચુરી ફટકારી ચૂક્યો છે. ઇંગ્લેન્ડ સામેની પાંચ યુવા વનડેમાં, તેણે 71.00 ની સરેરાશ અને 174.02 ના સ્ટ્રાઇક રેટથી 355 રન બનાવ્યા. વધુમાં વૈભવ સૂર્યવંશીએ IPL 2025 માં તેની સેંચુરી માટે જાણીતો છે.
રણજી ટ્રોફીમાં બિહાર માટે સારું પ્રદર્શન કરે તેવી આશા!
તે T20 અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઇતિહાસમાં સેંચુરી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન છે. 14 વર્ષની ઉંમરે, સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ (GT) સામે 35 બોલમાં સેંચુરી ફટકારી હતી. જોકે, તેની છેલ્લી યુવા ટેસ્ટમાં, વૈભવ ફક્ત 20 અને 0 રન જ બનાવી શક્યો હતો. વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં 113 રન બનાવ્યા હતા. હવે, તે 2025-26 રણજી ટ્રોફીમાં બિહાર માટે સારું પ્રદર્શન કરીને પોતાની ઓળખ વધુ મજબૂત કરવાની આશા રાખશે.
બિહાર રણજી ટ્રોફી 2025/26 સ્ક્વોડ: પીયૂષ કુમાર સિંહ, ભાસ્કર દુબે, સકીબુલ ગની (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી (વાઈસ-કેપ્ટન), અર્ણવ કિશોર, આયુષ લોહારુકા, બિપિન સૌરભ, અમોદ યાદવ, નવાઝ ખાન, સાકિબ હુસૈન, રાઘવેન્દ્ર પ્રતાપ સિંહ, સચિન કુમાર સિંહ, હિમાંશુ સિંહ, ખાલિદ આલમ, સચિન કુમાર.