Sachin Tendulkar Unveils His Sportswear Brand TEN x YOU: રમતગમતની દુનિયામાં 'ક્રિકેટના ભગવાન' તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરને કોઈ પરિચયની જરૂર નથી. તેમના રેકોર્ડ્સ તેમની મહાનતા દર્શાવે છે. 52 વર્ષીય સચિન તેંડુલકર તેમના કોઈપણ કાર્ય માટે હેડલાઇન્સમાં રહે છે. આ વખતે તેઓ રમતગમત કે કોઈ મુસાફરી માટે નહીં, પરંતુ તેમની નવી બ્રાન્ડ માટે ચર્ચામાં છે. પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે TEN x YOU નામની એક નવી સ્પોર્ટ્સ બ્રાન્ડ લોન્ચ કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે 'સેંચુરીઓની સેંચુરી' ફટકારનાર એકમાત્ર બેટ્સમેન, પોતાના જીવનના અનુભવોમાંથી શીખીને, તેમણે દરેક રમત માટે આ 'સ્પોર્ટ્સ શૂઝ' અને 'ટી-શર્ટ' લોન્ચ કર્યા છે.
સચિન તેંડુલકરે શું કહ્યું?
લોન્ચ દરમિયાન, સચિન તેંડુલકરે સ્પોર્ટ્સ એન્કર ગૌરવ કપૂર સાથે વાત કરતા ત્યાં વિતાવેલા સમયને યાદ કરતા કહ્યું, "તે સમયે શ્રીલંકાના પ્રવાસ હતા, પરંતુ પ્રેક્ટિસ માટે કોઈ સુવિધાઓ નહોતી. ઇન્ડોર નેટ ન હતા. જે પણ સુવિધાઓ ઉપલબ્ધ હતી તેનો અમે શ્રેષ્ઠ ઉપયોગ કર્યો. અમારી પાસે શ્રેષ્ઠ સુવિધાઓ ન હતી. રમત પ્રત્યેનો અમારો જુસ્સો અને પ્રેમ જ અમને આગળ વધતા રાખતો હતો."
18 મહિનાની રાહ જોઈ
મીડિયા સાથેની વાતચિત કરતા સચિન તેંડુલકરે કહ્યું, "TEN x YOU પ્રોડક્ટને વિકસાવવામાં ઘણો સમય લાગ્યો છે. અમે 18 મહિના રાહ જોઈ. મેં હંમેશા કહ્યું છે કે, ભારતમાં સૌથી વધુ યુવા વસ્તી છે. મારી એક ઈચ્છા છે કે, હું મારા દેશને રમત પ્રેમી દેશથી રમત રમનાર દેશમાં બદલવા ઈચ્છું છું.
શૂઝ સાથે અન્ય પ્રોડક્ટસ પણ કરી લોન્ચ
તેમણે કહ્યું, "'ક્રિકેટ શૂઝ મારા માટે ખાસ છે. મારી સફર દરમિયાન મને જે કંઈ પણ ખામીઓ અનુભવાઈ, મેં તે બધી ખામીઓને દૂર કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. ક્રિકેટના શૂઝ સાથે, અમે અન્ય વિવિધ પ્રોડક્ટસ પણ લોન્ચ કર્યા છે."
સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને એમ. એસ ધોનીની બ્રાન્ડ્સ
આ સાહસ માટે સચિન તેંડુલકરે સ્વિગી ઇન્સ્ટામાર્ટના પૂર્વ વડા કાર્તિક ગુરુમૂર્તિ સાથે હાથ મિલાવ્યા છે. સ્વિગીના પૂર્વ એક્ઝિક્યુટિવ કરણ અરોરા પણ સહ-સ્થાપક તરીકે સંકળાયેલા છે. સચિન તેંડુલકર પહેલા, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની સ્પોર્ટ્સ બ્રાન્ડ લોન્ચ કરી છે. આ સાહસની સ્થાપના એવા સમયે થઈ રહી છે જ્યારે રમતગમત અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ વધી રહી છે.