IND vs AUS ODI Record: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે ક્રિકેટ હંમેશા જોરદાર ટક્કર જોવા મળે છે. આ મેચોમાં, બંને દેશોના બેટ્સમેનોએ વિસ્ફોટક ઇનિંગ્સ સાથે વારંવાર રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવે છે. ખાસ કરીને જ્યારે એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારવાની વાત આવે છે, ત્યારે પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ લિસ્ટમાં ટોપ પર છે.
રોહિત શર્મા - 16 છગ્ગા (209 રન, બેંગલુરુ 2013)2013 માં બેંગલુરુમાં રમાયેલી મેચમાં રોહિત શર્માએ ODI ઈતિહાસની સૌથી યાદગાર ઈનિંગ્સ રમી હતી. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે માત્ર 158 બોલમાં 209 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિત શર્માએ 16 સિક્સર અને 12 ફોર ફટકારી હતી. તેની ઈનિંગની મદદથી ભારતે 383 રન ફટકાર્યા હતા, અને તેમાં રોહિત શર્માએ એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ પણ બનાવ્યો. ભારતે આ મેચ 57 રનથી જીતી હતી.
રિકી પોન્ટિંગ - 8 છગ્ગા (140 રન, વર્લ્ડ કપ 2003 ફાઇનલ)બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગ છે, જેમણે 2003 ના વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત સામે 140 રન (121 બોલ) ની નોટઆઉટ ઇનિંગ રમી હતી. જોહાનિસબર્ગમાં રમાયેલી આ મેચમાં પોન્ટિંગે 8 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની ઇનિંગે ભારતની જીતની આશાઓ પર પાણી ફેરવી દીધું અને ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યો.
સચિન તેંડુલકર - 7 છગ્ગા (100 રન, કાનપુર 1998)ત્રીજા સ્થાને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર છે, સચિન તેંડુલકરે 1998 માં કાનપુરમાં ઓસ્ટ્રેલિયા સામે 89 બોલમાં 100 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં સચિન તેંડુલકરે 7 સિક્સ અને 5 ફોર ફટકારી હતી.
રિકી પોન્ટિંગ - 7 છગ્ગા (108 રન, બેંગ્લોર, 2003)2003 માં બેંગ્લોરમાં ભારત સામે આ સિદ્ધિને પુનરાવર્તિત કરીને રિકી પોન્ટિંગ યાદીમાં ચોથા કર્મે છે. તેમણે આ મેચમાં 103 બોલમાં 108 રનની શાનદાર ઇનિંગ રમી જેમાં 7 શાનદાર સિક્સર ફટકારી હતી.
વિરાટ કોહલી - 7 છગ્ગા (100 રન, જયપુર 2013)વિરાટ કોહલીની ઇનિંગ્સ પણ આ યાદીમાં સ્થાન ધરાવે છે. જયપુરમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં, વિરાટ કોહલીએ માત્ર 52 બોલમાં નોટઆઉટ 100 રન ફટકાર્યા હતા, જેમાં 7 છગ્ગા અને 8 ચોગ્ગા અને સ્ટ્રાઇક રેટ 192.30 હતો.