CEAT Cricket Awards: CEAT Cricket Rating (CCR) એવોર્ડ્સની 27 મી સિઝન મંગળવાર, 7 ઓક્ટોબરે મુંબઈમાં યોજાઈ હતી, જેમાં વિશ્વભરના ક્રિકેટરો અને સ્પોર્ટ્સ લીડર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા.
રોહિત શર્માનું કેપ્ટન તરીકેનું પ્રદર્શન
38 વર્ષીય રોહિતને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું નેતૃત્વ કરવા બદલ એક ખાસ એવોર્ડ પણ મળ્યો હતો. ધ્યાનમાં રાખો કે, આ જીત સાથે, ભારતે રોહિતના નેતૃત્વમાં સતત બીજી ICC ટ્રોફી જીતી હતી. આ પહેલા, ભારતે જૂન 2024 માં બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. રોહિતને આ એવોર્ડ મહાન સુનીલ ગાવસ્કર દ્વારા આપવામાં આવ્યો હતો.
ચેમ્પિયનસ ટ્રોફી પછીની પ્રથમ ODI સીરિઝ
ભારતના ODI કેપ્ટન પદેથી હટાવ્યા પછી રોહિત શર્માનો આ પહેલો જાહેર લુક હતો. શુભમન ગિલને ODI ટીમનો કેપ્ટન બનાવમાં આવ્યો છે. તેની કેપ્ટન તરીકેની પહેલી મેચ 19 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યાં તે ઓસ્ટ્રેલિયામાં ત્રણ મેચની વનડે સીરિઝમાં જવાબદારી સંભાળશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ સીરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની પ્રથમ સીરિઝ છે.
જુઓ કોણે જીત્યો CEAT Cricket Awards
સંજુ સેમસને Men’s T20I Batter Of The Year એવોર્ડ જીત્યો, જ્યારે વરુણ ચક્રવર્તીને Men’s T20I Bowler Of The Year જાહેર કરવામાં આવ્યો. મહિલાઓમાં, ભારતે બધા એવોર્ડ્સ જીત્યા, જેમાં સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્મા આગળ હતા, જોકે તેઓ સમારોહમાં હાજર ન હતા કારણ કે, ભારતીય મહિલા ટીમ હાલમાં મહિલા વર્લ્ડ કપ 2025 અભિયાનમાં વ્યસ્ત છે.
ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા માટે ખાસ સન્માન: રોહિત શર્મા
લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ: બ્રાયન લારા
ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર: જો રૂટ
T20I બેટર ઓફ ધ યર: સંજુ સેમસન
T20I બોલર ઓફ ધ યર: વરુણ ચક્રવર્તી
CEAT JioStar Award: શ્રેયસ ઐયર
મેન્સ ODI બેટર ઓફ ધ યર: કેન વિલિયમસન
મેન્સ ODI બોલર ઓફ ધ યર: મેટ હેનરી
CEAT લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ: બી.એસ. ચંદ્રશેખર
મહિલા બેટર ઓફ ધ યર: સ્મૃતિ મંધાના
મહિલા બોલર ઓફ ધ યર: દીપ્તિ શર્મા
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર: અંગક્રિશ રઘુવંશી
આઉટસ્ટેન્ડિંગ લીડરશિપ એવોર્ડ: ટેમ્બા બાવુમા
મેન્સ ટેસ્ટ બોલર ઓફ ધ યર: પ્રભાત જયસૂર્યા
મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર: હેરી બ્રુક
CEAT ડોમેસ્ટિક ક્રિકેટર ઓફ ધ યર: હર્ષ દુબે