Captain Competition In Team India: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં અનેક ફેરફારોનો અનુભવ કરી રહી છે. ઘણા અનુભવી ખેલાડીઓએ વિવિધ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. ભારતીય કેપ્ટનશીપમાં પણ ફેરફાર થઈ રહ્યા છે. રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ, શુભમન ગિલને ટીમ ઇન્ડિયાનો નવો ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. હવે, રોહિત શર્માના હોવા છતાં, ગિલને વનડે ટીમના કેપ્ટન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યો છે. આ દરમિયાન, યુવા ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં ટીમનો કેપ્ટન બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
"હું પણ કેપ્ટન બનવા માંગુ છું"
ભારતીય યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલે Raj Shamani સાથેના એક ઇન્ટરવ્યૂમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા. જયસ્વાલે કહ્યું,"હું દરરોજ મારી ફિટનેસ અને સ્કિલ્સ પર કામ કરી રહ્યો છું. અને તેને સુધારવા માટે દરરોજ મારા શરીર પર કામ કરવું છું. મને લાગે છે કે, મારે હજુ પણ વધુ ફિટ થવાની જરૂર છે. હું એક સારો લીડર બનવા માટે મારી જાત પર પૂરતું કામ કરવા માંગુ છું, કારણ કે હું પણ ભવિષ્યમાં ટીમ કેપ્ટન બનવા માંગુ છું."
યશસ્વી જયસ્વાલની ક્રિકેટ કરિયર
યશસ્વી જયસ્વાલ ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન છે. તેને ટેસ્ટ, વનડે અને T20I ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે. જયસ્વાલે અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 25 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 49.88 ની સરેરાશથી 3,390 રન બનાવ્યા છે. જયસ્વાલનો ટેસ્ટમાં સર્વોચ્ચ સ્કોર 214 નોટઆઉટ છે. આ 23 વર્ષીય ભારતીય ખેલાડીએ અત્યાર સુધી ફક્ત એક જ વનડે મેચ રમી છે. જયસ્વાલે 23 T20I મેચમાં 36.15 ની સરેરાશથી 723 રન બનાવ્યા છે. પોતાની ટૂંકી કારકિર્દીમાં, જયસ્વાલે T20I માં એક સેંચુરી અને પાંચ હાફ-સેંચુરી ફટકારી જ્યારે ટેસ્ટમાં 6 ટેસ્ટ સેંચુરી અને 12 હાફ-સેંચુરી ફટકારી છે.