logo-img
Ind Vs Wi First Test Day 2 Key Records And Highlights

IND vs WI પ્રથમ ટેસ્ટ બીજા દિવસના મુખ્ય રેકોર્ડ્સ અને હાઇલાઇટ્સ : ભારતીય ટીમનો દબદબો, રાહુલ-જુરેલ-જાડેજાની સેંચુરીથી રેકોર્ડ્સનો વરસાદ

IND vs WI પ્રથમ ટેસ્ટ બીજા દિવસના મુખ્ય રેકોર્ડ્સ અને હાઇલાઇટ્સ
Published by: Offbeat Team
| Last Updated: Oct 04, 2025, 05:44 AM IST

IND vs WI 1st Test Match Day-2 Stumps: અમદાવાદમાં ચાલી રહેલી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સિરીઝના પ્રથમ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયા માટે ઐતિહાસિક સાબિત થયો. પ્રથમ દિવસે વેસ્ટ ઈન્ડિઝની ટીમે માત્ર 162 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ ત્યાર પછી, ભારતે બીજા દિવસે 5 વિકેટ ગુમાવીને 448 રન બનાવી મજબૂત લીડ મેળવી. હાલ ભારત 286 રનથી આગળ છે. અને ત્રીજા દિવસે ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ આપી. ભારતની પ્રથમ ઇનિંગની ખાસિયત રહી – કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ અને રવીન્દ્ર જાડેજાની સેંચુરી. જાણો બીજા દિવસના મુખ્ય રેકોર્ડ્સ અને હાઇલાઇટ્સ વિશે.

1. એક ઇનિંગમાં ત્રણ સદી – 2025માં ત્રીજી વાર

ભારતના કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ અને રવીન્દ્ર જાડેજાએ સદી ફટકારી. આ 2025માં ત્રીજીવાર છે જ્યારે ભારતીય બેટ્સમેનો એ જ ઇનિંગમાં ત્રણ સદી ફટકારી છે. અગાઉ આવી સિદ્ધિ લીડ્સ અને મેનચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામે નોંધાઈ હતી.

2. ધ્રુવ જુરેલ – 12મો ભારતીય વિકેટકીપર સેંચુરી ફટકારનાર

જુરેલે 125 રનની શાનદાર ઇનિંગ રમીને પોતાની પહેલી ટેસ્ટ સેંચુરી ફટકારી હતી. તે ભારત માટે ટેસ્ટ સદી કરનાર ફક્ત 12મો વિકેટકીપર બન્યો. તેની પહેલાં કે.એલ. રાહુલ, રિષભ પંત, એમ.એસ. ધોની અને રિદ્ધિમાન સાહાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી.

3. રાહુલની ઘરઆંગણે સેંચુરી – 9 વર્ષ બાદ

કેએલ રાહુલે 100 રન બનાવ્યા અને ઘરઆંગણે પોતાની બીજી ટેસ્ટ સદી નોંધાવી. ખાસ વાત એ છે કે, તેણે ભારતમાં છેલ્લીવાર 2016માં ઈંગ્લેન્ડ સામે સેંચુરી ફટકારી હતી.

4. રાહુલનો રેકોર્ડ – રોહિત શર્માથી આગળ

ઓપનિંગ બેટર તરીકે રાહુલે પોતાની 10મી સેંચુરી ફટકારી અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ તોડી નાખ્યો, જેમણે 9 સેંચુરી ફટકારી હતી. હવે રાહુલ મુરલી વિજયની 12 સેંચુરી, વીરેન્દ્ર સેહવાગની 22 સેંચુરી અને સુનીલ ગાવસ્કરની 33 સેંચુરીથી પાછળ છે.

5. જાડેજાની સેંચુરી અને એમ. એસ. ધોનીનો રેકોર્ડ તોડ્યો

રવિન્દ્ર જાડેજાએ 104 રન સાથે ટેસ્ટમાં પોતાની છઠ્ઠી સેંચુરી નોંધાવી. આ ઇનિંગ દરમિયાન તેમણે સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડ્યો. હવે જાડેજાના નામે 80 સિક્સર છે, જ્યારે ધોનીએ 78 સિક્સર ફટકારી હતી.

6. જાડેજાની ધમાકેદાર ઇનિંગ

રવીન્દ્ર જાડેજાએ 5 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 104 રન બનાવ્યા. ખાસ કરીને તેમણે સ્પિનર વોરિકન સામે પાંચેય છગ્ગા ફટકાર્યા. આ પહેલા 2006માં ધોનીએ વેસ્ટ ઇન્ડિઝ સામે એક ઇનિંગમાં છ છગ્ગા ફટકાર્યા હતા.

7. ખાસ માઈલસ્ટોનની નજીક રવીન્દ્ર જાડેજા

જાડેજા હવે 4,000 ટેસ્ટ રન પૂરા કરવાથી માત્ર 10 રન દૂર છે. જો તેઓ ત્રીજા દિવસે આ સિદ્ધિ હાંસલ કરી શક્તો પણ, ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ ટીમને બેટિંગ આપી. જો રવીન્દ્ર જાડેજા 4000 રન પૂર્ણ કરશે તો, જાડેજા કપિલ દેવ, ઇયાન બોથમ અને ડેનિયલ વેટ્ટોરી પછી 300+ વિકેટ અને 4,000 રન બનાવનાર ચોથા ઓલરાઉન્ડર ખેલાડી બનતા.

અન્ય ખાસ રેકોર્ડ્સ

  • શુભમન ગિલના 50 રન અને કે.એલ. રાહુલના 100 રન – 1964 પછી પહેલીવાર ભારતના બે બેટર્સ ચોક્કસ 50 અને 100 રન પર આઉટ થયા.

  • કે.એલ. રાહુલ બીજીવાર 100 પર આઉટ થયો – આ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 101મી વાર બન્યું.

  • જાડેજાએ છઠ્ઠા નંબરે આવીને 1000 ટેસ્ટ રન પૂર્ણ કર્યા – આ સિદ્ધિ મેળવતા તે લક્ષ્મણ, ગાંગુલી, ધોની જેવા દિગ્ગજોની યાદીમાં સામેલ થયો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now