logo-img
What Will Rohit Sharma And Virat Kohli Play In The Odi Series Against Australia

IND vs AUS; રોહિત-કોહલી શું રમશે ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝ? : કોણ હશે ભારતીય ટીમનો કેપ્ટન? જાણો સંપૂર્ણ માહિતી

IND vs AUS; રોહિત-કોહલી શું રમશે ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝ?
Published by: Offbeat Team
| Last Updated: Oct 04, 2025, 06:53 AM IST

India Tour Of Australia: ભારતીય ક્રિકેટમાં હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઓસ્ટ્રેલિયા સામેની આગામી ODI સીરિઝમાં ટીમનું નેતૃત્વ કોણ કરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની હાજરી અંગે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI સીરિઝ 19 ઓક્ટોબરથી પર્થમાં શરૂ થશે અને સિલેક્ટર્સ અમદાવાદમાં ચાલી રહેલી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામેની ODI અને T20I સીરિઝ માટે પ્લેયરની પસંદગી કરશે.

રોહિત અને કોહલીની વાપસી માટે અપેક્ષાઓ વધીરોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ અને T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. બંને હવે ફક્ત વનડે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી, બંને અનુભવી ખેલાડીઓ સાત મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યા હતા, પરંતુ તેઓએ પોતાની બેટિંગથી સાબિત કર્યું છે કે, તેઓ ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ છે. કોહલીએ પાકિસ્તાન સામે સેંચુરી ફટકારી હતી અને ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. રોહિતે ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં પણ મેચવિનિંગ ઇનિંગ રમી હતી.

શું રોહિત શર્મા કેપ્ટન હશે?બીસીસીઆઈના સૂત્રોનું કહેવું છે કે, રોહિત શર્માને કારણ વગર ભારતીય ટીમના કેપ્ટન પદ પરથી દૂર કરવામાં આવી રહ્યા નથી. વનડેમાં તેમનો રેકોર્ડ ઉત્તમ છે, અને જ્યાં સુધી તેઓ પોતે એવું ન કહે કે, તેઓ ફક્ત બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છે છે, ત્યાં સુધી રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનસી કરશે.

શુભમન ગિલને આરામ આપવામાં આવશે?સિલેક્ટર્સ ટેસ્ટ ટીમના યુવા કેપ્ટન અને ODI-T20I ના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ પર પણ નજર રાખશે. વર્કલોડ મેનેજમેન્ટ અને ફિટનેસના કારણોસર તેને આ સીરિઝમાંથી આરામ આપવામાં આવી શકે છે. ગિલ છેલ્લા એક વર્ષથી તમામ ફોર્મેટમાં સતત રમી રહ્યો છે. તેથી, સેલેકટીંગ સમિતિ તેને થોડા સમય માટે ODI અથવા T20I માંથી બ્રેક આપવાનું વિચારી કરી શકે છે.

ઇજાગ્રસ્ત ખેલાડીઓની ખોટઆ સીરિઝમાં ભારતને હાર્દિક પંડ્યા અને ઋષભ પંતની ખોટ પડશે. હાર્દિક ક્વાડ્રિસેપ્સની ઈજાથી પીડાઈ રહ્યો છે, જ્યારે પંત હજુ પણ પગની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી. તેથી, સિલેક્ટર્સને મધ્યમ ક્રમ અને ફિનિશર ભૂમિકાઓ અંગે પડકારોનો સામનો કરવો પડશે.

હાલમાં કોઈ મોટા નિર્ણયો નહીં

BCCIના સૂત્રો કહે છે કે, ભારત આ સિઝનમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ અને ન્યુઝીલેન્ડ સામે ત્રણ વનડે મેચ રમશે. તેથી, આ સમયે કોઈ મોટા ફેરફારની શક્યતા ઓછી છે. બોર્ડની પ્રાથમિકતા આવતા વર્ષે ઘરઆંગણે યોજાનાર T20 વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે પોઈન્ટ મેળવવાની છે.

બ્રોડકાસ્ટરોએ સંકેત આપ્યો

રસપ્રદ વાત એ છે કે, Jio Hotstar એ ODI સીરિઝના પ્રમોશનલ ટીઝરમાં રોહિત અને કોહલીના ફોટો સામેલ કર્યા હતા. આ એ પણ સૂચવે છે કે, બંને દિગ્ગજ ખેલાડીઓ સીરિઝનો ભાગ બનશે અને રોહિત કેપ્ટનશીપ સંભાળી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now