What did Ajit Agarkar Say About Captaincy: ટેસ્ટ શ્રેણી બાદ, શુભમન ગિલ હવે ભારતની ODI ટીમનો કેપ્ટન બની ગયો છે. અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ODI અને T20 ટીમોની જાહેરાત કરી. વિરાટ કોહલી અને રોહિત શર્માને ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, રોહિત શર્મા હવે નિષ્ણાત બેટ્સમેન તરીકે રમશે.
અજીત આગરકરનું નિવેદન!
રોહિત શર્માએ કેપ્ટનશીપ છોડી દીધી છે કે, તેમને હટાવવામાં આવ્યા છે તે સ્પષ્ટ નથી. જોકે, મુખ્ય પસંદગીકાર અજિત અગરકરના નિવેદનથી એવું લાગે છે કે, તેમને કેપ્ટનશીપમાંથી હટાવવામાં આવ્યા હશે. ટીમની જાહેરાત દરમિયાન, અજિત અગરકરે ભાર મૂક્યો હતો કે, સિલેક્ટર્સ ત્રણેય ફોર્મેટ માટે અલગ કેપ્ટન રાખવાના પક્ષમાં નથી.
આગામી T20I વર્લ્ડ કપ પર ધ્યાન!
અજિત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું,"ત્રણેય ફોર્મેટ માટે ત્રણ કેપ્ટન રાખવા લગભગ અશક્ય છે. ODI ક્રિકેટ હાલમાં સૌથી ઓછું રમાતું ફોર્મેટ છે. અમારું ધ્યાન આગામી T20 વર્લ્ડ કપ પર છે. અમે ગિલને એડજસ્ટ થવા માટે સમય આપવા માંગીએ છીએ."
India’s ODI squad: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્ટન), અક્ષર પટેલ, કે એલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ધ્રુવ જૂરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.
India’s T20I squad: સૂર્યકુમાર યાદવ (C), અભિષેક શર્મા, શુભમન ગિલ (VC), તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (WK), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન (WK), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.