India vs West Indies 1st Test Match Day-3: ભારતીય ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને એક ઇનિંગ્સ અને 140 રનથી હરાવીને બે મેચની સીરિઝમાં 1-0 ની લીડ મેળવી છે. આ સાથે ભારતે ઘરઆંગણે ટેસ્ટ ફોર્મેટમાં પોતાનો દબદબો ફરી સાબિત કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 162 રન બનાવી શકી જ્યારે બીજી ઇનિંગમાં પણ માત્ર 146 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જાણો મેચમાં ક્યાં પ્લેયરનું કેવું રહ્યું પ્રદર્શન
ભારતની મજબૂત બેટિંગ
મેચના પહેલા દિવસે વેસ્ટ ઇન્ડીઝ માત્ર 162 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમે કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ અને રવીન્દ્ર જાડેજાની શ્રેષ્ઠ બેટિંગને કારણે 448 રન 5 વિકેટના નુકસાને બનાવીને ઇનિંગ્સ ડિકલેર કરી હતી. આ આધારે ટીમ ઈન્ડિયાએ 286 રનની લીડ મેળવી હતી.
વેસ્ટ ઇન્ડીઝનો સંઘર્ષ
ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝની બીજી ઇનિંગ પણ લાંબી ચાલી શકી નહોતી. માત્ર 45.1 ઓવરમાં 146 રનમાં આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ. એલિક એથેનાઝે 38 અને જસ્ટિન ગ્રીવ્સે 25 રન બનાવ્યા સિવાય કોઈ પણ બેટર ટકી શક્યા નહીં.
ભારતના બોલરોનો કમાલ
ભારત તરફથી બીજી ઇનિંગમાં રવીન્દ્ર જાડેજાએ 4 વિકેટ, મોહમ્મદ સિરાજે 3 વિકેટ, કુલદીપ યાદવે 2 વિકેટ અને વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ મેળવીને ભારતીય બોલરો સતત દબાણ બનાવતા રહ્યાં અને વેસ્ટ ઇન્ડીઝના બેટર્સને ક્યારેય સેટ ન થવા દીધા. રવીન્દ્ર જાડેજાના ઓલરાઉંડર પર્ફોર્મન્સને કારણે રવીન્દ્ર જાડેજાને મળ્યો પ્લેયર ઓફ ધ મેચ એવાર્ડ મળ્યો. જેમાં રવીન્દ્ર જાડેજાએ પ્રથમ ઇનિંગની બોલિંગમાં 15 રન આપ્યા, અને બેટિંગમાં 104 રન નોટઆઉટ બનવ્યા. અને બીજી ઇનિંગમાં બોલથી જાડેજાએ 4 વિકેટ મેળવી.
મેચની ખાસ પળો
બુમરાહના બાઉન્સરે એથેનાઝના હેલ્મેટને વાગતા મેચને થોડઇક ક્ષણ માટે રોકવામાં આવી હતી. જાડેજાના ઘાતક સ્પેલે વેસ્ટ ઈન્ડિઝ ટીમનો મધ્યક્રમ તોડી નાખ્યો. સિરાજે એક જ ઓવરમાં બે વિકેટ લઈને વેસ્ટ ઇન્ડીઝની ટીમની હાર નિશ્ચિત કરી દીધી. નીતિશ કુમાર રેડ્ડીએ શાનદાર ડાઈવિંગ કેચ લઈને સૌનું ધ્યાન ખેંચ્યું.
આગળની મેચ
હવે સિરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટ 10 ઓક્ટોબરથી નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ભારત માટે સીરિઝ જીતવાની તક છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ સીરિઝ 1-1 થી ડ્રૉ કરવાનો પ્રયત્ન કરશે.