logo-img
Bcci Gives Ultimatum To Virat Kohli Rohit Sharma Before World Cup 2027

વર્લ્ડ કપ 2027 પહેલા BCCI એ વિરાટ-રોહિતને આપ્યું અલ્ટીમેટમ! : અજિત અગરકર કહ્યું 'દરેક ખેલાડી માટે સરખો નિયમ'

વર્લ્ડ કપ 2027 પહેલા BCCI એ વિરાટ-રોહિતને આપ્યું અલ્ટીમેટમ!
Published by: Offbeat Team
| Last Updated: Oct 06, 2025, 09:03 AM IST

Rohit And Virat Will Not Play In The 2027 World Cup: ભારતીય ક્રિકેટમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. પહેલા શુભમન ગિલને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી, અને હવે BCCI એ ટીમના બે સૌથી અનુભવી ખેલાડીઓ, રોહિત શર્મા અને વિરાટ કોહલી પર કડક વલણ અપનાવ્યું છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, જો આ બંને અનુભવી ખેલાડીઓ ભવિષ્યમાં ઘરેલુ ક્રિકેટ નહીં રમે, તો તેમને 2027 ના વર્લ્ડ કપ માટે પસંદગીમાં સામેલ કરવામાં આવશે નહીં.

દરેક ખેલાડી માટે સરખો નિયમ

ચીફ સિલેક્ટર અજિત અગરકરે 5 ઓક્ટોબરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પસંદગી પ્રક્રિયા હવે સંપૂર્ણપણે પ્રદર્શન આધારિત હશે. તેમણે કહ્યું,"અમે ખેલાડીઓને સ્પષ્ટપણે કહ્યું છે કે, જ્યારે તેઓ આંતરરાષ્ટ્રીય મેચો ન રમત હોય, ત્યારે તેમણે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જ પડશે. આ નિયમ દરેકને લાગુ પડે છે." અગરકરે એમ પણ ઉમેર્યું કે, વિજય હજારે ટ્રોફી જેવી ટુર્નામેન્ટ હવે પસંદગી માટે મહત્વપૂર્ણ આધાર બનશે. આનો અર્થ એ થયો કે, ફક્ત નામ કે અનુભવ જ નહીં, પરંતુ મેદાન પર હાલનું પ્રદર્શન ખેલાડીઓનું સ્થાન નક્કી કરશે.

હવે 'આરામ માટે કોઈ બહાનું' ચાલશે નહીં

છેલ્લા કેટલાક વર્ષોમાં, વિરાટ કોહલી અને રોહિત શર્મા ઘણીવાર રેસ્ટ કરતા અથવા બ્રેક લેતા જોવા મળ્યા છે. આ સમયગાળા દરમિયાન, તે ઘરેલુ ટુર્નામેન્ટથી દૂર રહ્યા, જ્યારે યુવા ખેલાડીઓએ ત્યાં પોતાનું સ્થાન બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. પરંતુ હવે BCCI એ સ્પષ્ટ કરી દીધું છે કે, કોઈપણ ખેલાડી, ભલે તે ગમે તેટલું મોટું નામ હોય, ઘરેલુ ક્રિકેટથી પોતાને દૂર રાખી શકતો નથી.

2027 ના વર્લ્ડ કપનો રસ્તો મુશ્કેલ

2027 ના વર્લ્ડ કપમાં રમવા માટે, વિરાટ કોહલી અને રોહિત શર્માએ હવે ફરીથી પોતાને સાબિત કરવું પડશે. બંને ખેલાડીઓ હાલમાં ફક્ત ODI ફોર્મેટમાં જ રમી રહ્યા છે, ટેસ્ટ અને T20I ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં, તેમનું સંપૂર્ણ ધ્યાન મર્યાદિત ઓવરોની મેચો પર રહેશે, પરંતુ સિલેક્ટર્સનો સંદેશ સ્પષ્ટ છે કે, ટીમમાં સ્થાન મેળવવા માટે પર્ફોર્મન્સ કરવું પડશે, સિનિયોરિટીથી ટીમમાં સ્થાન નહીં મળે.

BCCI નો સંકેત

શુભમન ગિલને કેપ્ટનશીપ આપીને અને કડક પગલાં અપનાવીને, બોર્ડએ સંદેશ આપવા માંગે છે કે, ભારતીય ક્રિકેટનું ભવિષ્ય હવે યુવા અને ફિટ ખેલાડીઓ પર નિર્ભર છે. આ નિર્ણય ચાહકો માટે આશ્ચર્યજનક હોઈ શકે છે, પરંતુ તે ભારતીય ટીમમાં સ્પર્ધા અને પારદર્શિતા વધારશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now