logo-img
Check Out The Stats Of Rohit Sharma And Virat Kohli On Australian Soil

ઓસ્ટ્રેલિયાની જમીન પર રોહિત શર્મા અને વિરાટ કોહલીના Stats જુઓ : કોણે કેટલા રન ફટકાર્યા, કેટલી સેંચુરી-હાફ સેંચુરી, સંપૂર્ણ માહિતી

ઓસ્ટ્રેલિયાની જમીન પર રોહિત શર્મા અને વિરાટ કોહલીના Stats જુઓ
Published by: Offbeat Team
| Last Updated: Oct 07, 2025, 09:01 AM IST

Rohit Sharma And Virat Kohli's Records On Australian Soil: છ મહિનાની રાહ જોયા પછી, ટીમ ઇન્ડિયાના બે અનુભવી ખેલાડીઓ, રોહિત શર્મા અને વિરાટ કોહલી, ક્રિકેટના મેદાનમાં પાછા ફરવા માટે તૈયાર છે. ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 19 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે, જ્યાં ત્રણ મેચની ODI સીરિઝ રમાશે. આ મેચમાં બંને અનુભવી ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે. જોકે, આ સીરિઝ પહેલા, રોહિત શર્મા પાસેથી ODI કેપ્ટનશીપ લઈને શુભમન ગિલને નવો ODI કેપ્ટન બનાવમાં આવ્યો છે. આ સીરિઝ પહેલા, જાણો ઓસ્ટ્રેલિયામાં રોહિત અને વિરાટના ODI રેકોર્ડ્સની માહિતી.

ઓસ્ટ્રેલિયામાં રોહિત શર્માના Statsઓસ્ટ્રેલિયામાં રોહિત શર્માના ODI રેકોર્ડ પર એક નજર કરીએ તો, ભારતીય દિગ્ગજ ખેલાડીએ ત્યાં કુલ 30 ODI રમી છે. આ સમયગાળા દરમિયાન, રોહિતે કુલ 1328 રન બનાવ્યા છે, જેમાં 5 સેંચુરી અને 4 હાફ-સેંચુરીનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા સામે રોહિતનો સર્વોચ્ચ સ્કોર 12 જાન્યુઆરી, 2016 ના રોજ 171 રન નોટઆઉટ હતો. આ ઇનિંગમાં રોહિતે 7 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા. રોહિતની છેલ્લી સેંચુરી 2019 માં આવી હતી. 2019 માં છેલ્લી વાર રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં ODI મેચ રમી હતી.

ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીના Statsવિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં 29 ODI રમી છે, જેમાં 1327 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 133 નોટઆઉટ છે, જે 2012 માં આવ્યો હતો. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં પાંચ સેંચુરી અને છ હાફ-સેંચુરી ફટકારી છે. વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયામાં છેલ્લી ODI મેચ 2020 માં હતી, જેમાં તેને તે ઇનિંગ્સમાં 63 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ માટે ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ ઐયર (ઉપ-કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, યશસ્વી જયસ્વાલ.

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ શેડ્યૂલ

તારીખ

ફોર્મેટ

ટીમ vs ટીમ

સ્થળ

19 Oct 2025

1st ODI

INDIA vs AUSTRALIA

પર્થ સ્ટેડિયમ, પર્થ

23 Oct 2025

2nd ODI

INDIA vs AUSTRALIA

એડિલેડ ઓવલ, એડિલેડ

25 Oct 2025

3rd ODI

INDIA vs AUSTRALIA

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, સિડની

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now