Which Record Will Shubman Gill Create: ભારતીય યુવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 સાયકલમાં નવી સિદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે. ગિલ અત્યાર સુધી આ સાયકલમાં 7 ટેસ્ટમાં 837 રન બનાવી ચૂક્યો છે અને હવે ફક્ત 163 રન દૂર છે 1000 રનના માઈલસ્ટોનથી. જો ગિલ આ સિદ્ધિ હાંસલ કરશે, તો તે એક જ WTC સાયકલમાં 1000+ રન બનાવનાર ચોથા ભારતીય બની જશે.
કેટલા ભારતીય ખેલાડીઓએ 1000+ રન ફટકાર્યા?
અજિંક્ય રહાણે WTC 2019-21 માં 1,159 રન, રોહિત શર્માએ WTC 2019-21 માં 1,094 રન, યશસ્વી જયસ્વાલે WTC 2023-25 માં 1,798 રન ફટકાર્યા છે.
આગામી મેચ
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદમાં રમાયેલી ટેસ્ટમાં ભારતે એક ઇનિંગ્સ અને 140 રનથી જીત મેળવીને સિરીઝમાં 1-0 ની લીડ મેળવી છે. હવે ગિલ પાસે બીજી ટેસ્ટમાં પોતાના રનનો માઈલસ્ટોન હાંસલ કરવાની મોટી તક છે.
ઇંગ્લેન્ડ પ્રવાસમાં ધમાલ
શુભમન ગિલે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પાંચ ટેસ્ટમાં 754 રન ફટકારીને સૌને પ્રભાવિત કર્યા હતા. તે સીરિઝમાં તે ટોપ રન સ્કોરર રહ્યો હતો, જ્યારે જો રૂટ 537 રન સાથે બીજા સ્થાને રહ્યો હતો. આ જ સીરિઝથી ભારતે WTC 2025-27 સાયકલની શરૂઆત કરી હતી.
જો રૂટના રેકોર્ડને તોડવાની તક
હાલમાં એક જ WTC સાયકલમાં સૌથી વધુ રનનો રેકોર્ડ ઇંગ્લેન્ડના જો રૂટ (1,968 રન) ના નામે છે. ભારત આ સાયકલમાં હજુ વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે અનેક ટેસ્ટ રમશે. એટલે કે, ગિલ પાસે જો રૂટનો રેકોર્ડ તોડવાની શાનદાર તક છે.
કેપ્ટન ગિલનો પ્રભાવ
શુભમન ગિલે ફક્ત બેટિંગથી જ નહીં, પણ કેપ્ટન તરીકે પણ શાનદાર શરૂઆત કરી છે. ઇંગ્લેન્ડ સામેની તેની પહેલી ટેસ્ટ સિરીઝમાં ભારતે 2-2 થી ડ્રો કરી હતી.