Home Sports These Factors Made It Very Difficult For Rohit Virat To Play In World Cup 2027

આ પરિબળો રોહિત-વિરાટ માટે વર્લ્ડ કપ 2027 રમવું થયું ખૂબ જ મુશ્કેલ : શું બંને આટલો મોટો નિર્ણય લેશે?

આ પરિબળો રોહિત-વિરાટ માટે વર્લ્ડ કપ 2027 રમવું થયું ખૂબ જ મુશ્કેલ
Published by: Offbeat Team
| Last Updated: Oct 07, 2025, 12:53 PM IST

Rohit Sharma And Virat Kohli Not Part Of World Cup 2027: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે શુભમન ગિલ ભારતની ODI ટીમનો કેપ્ટન બનાવમાં આવ્યો છે. 26 વર્ષીય ખેલાડી આ સીરિઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓનું નેતૃત્વ કરશે. કેટલાક અનુભવી ખેલાડીઓએ સિલેક્ટર્સના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. કેટલાક ચાહકો માને છે કે આ બંને દિગ્ગજ ખેલાડીઓ માટે એક ભવ્ય યુગના અંતની શરૂઆત છે. જ્યારથી ગિલને 38 વર્ષીય રોહિત શર્માના સ્થાને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, ત્યારથી ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ છે. કેટલાક ચાહકોએ તો એવું પણ સૂચન કર્યું છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે 2027 વર્લ્ડ કપ યોજનાઓનો ભાગ નથી.

કૈફ સહિત કેટલાક પૂર્વ ક્રિકેટરોએ આ નિર્ણયને નાપસંદ કર્યો

શુભમન ગિલને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાં ભારતે પાંચ મેચની સીરિઝ 2-2 થી ડ્રો કરી હતી, ત્યારબાદ તેમને 2025 એશિયા કપ માટે ઉપ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. હવે, શુભમન ગિલને ODI ટીમની જવાબદારી સોંપવાથી સંકેત મળે છે કે, હવે તેમને ODI ટીમની જવાબદારી સોંપવાથી ખબર પડે છે કે કદાચ બોર્ડ તેમને આગામી ODI વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે જુએ છે. પૂર્વ સ્ટાર ક્રિકેટર મોહમ્મદ કૈફ માને છે કે, ગિલને આ મહત્વપૂર્ણ જવાબદારી ખૂબ જ ઝડપથી સોંપવામાં આવી છે. તેમને ડર છે કે, આટલો અચાનક ફેરફાર નુકસાનકારક સાબિત થઈ શકે છે.

વેંગસરકરે પસંદગી પર જ સવાલ ઉઠાવ્યા હતા

સબા કરીમ રોહિત શર્માને ODI કેપ્ટનશીપમાંથી દૂર કરવા પર સવાલ ઉઠાવી રહ્યા છે, ત્યારે પૂર્વ કેપ્ટન દિલીપ વેંગસરકરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે કોહલી અને રોહિતની પસંદગી પર સવાલ ઉઠાવ્યા છે. વેંગસરકરે કહ્યું છે કે, આ ખેલાડીઓ લાંબા સમયથી રમતથી દૂર છે, જેના કારણે તેમના ફોર્મ અને ફિટનેસનું મૂલ્યાંકન કરવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. જોકે, તેમણે સ્વીકાર્યું કે, રોહિત અને કોહલીને તેમના ઉત્તમ રેકોર્ડને કારણે ટીમમાં પસંદ કરવામાં આવ્યા હોવાની શક્યતા છે.

બંનેના રેકોર્ડ ખૂબ શાનદાર

રોહિત શર્માના ODI ફોર્મેટમાં પ્રદર્શનની વાત કરીએ તો, ત્રણ ડબલ સેંચુરી ફટકારનાર બેટ્સમેન, જેને 273 મેચોમાં 48.76 ની સરેરાશથી 11,168 રન બનાવ્યા છે, જેમાં 32 સેંચુરી અને 58 હાફ-સેંચુરીનો સમાવેશ થાય છે. અને 36 વર્ષીય વિરાટ કોહલીએ 302 ODI મેચોમાં 57.88 ની સરેરાશથી 14,181 રન બનાવ્યા છે, જેમાં 51 સેંચુરી અને 74 હાફ-સેંચુરીનો સમાવેશ થાય છે.

આ કારણે પસંદગી સમિતિએ આ નિર્ણય લીધો

વનડે ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી ત્રીજા ક્રમે છે, જ્યારે રોહિત શર્મા આ યાદીમાં 10 મા ક્રમે છે. BCCI ના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે સ્પષ્ટ કર્યું છે કે, ટીમ મેનેજમેન્ટ ગિલને લાંબા ગાળાની કેપ્ટનશીપ માટે તૈયાર કરવા માંગે છે જેથી તે 2027 ના ODI વર્લ્ડ કપ પહેલા સંપૂર્ણ રીતે સ્થાપિત થઈ શકે. જોકે, આ નિર્ણયથી રોહિત શર્માને કેપ્ટનશીપની ભૂમિકામાંથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે.

કેપ્ટનને પૂરતો સમય આપવા જોઈએ

અજિત અગરકરે સ્પષ્ટ કર્યું છે કે, રોહિત અને વિરાટ કોહલી 2027 ના વર્લ્ડ કપમાં રમવા માટે પ્રતિબદ્ધ નથી. ટેસ્ટ પછી ગિલને ODI ટીમની કમાન સોંપતા, ચીફ સિલેક્ટર અજિત અગરકરે કહ્યું કે, ત્રણેય ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટન રાખવાનું વ્યવહારીક રીતે અશક્ય છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ODI ક્રિકેટ હાલમાં ઓછી રમાતી ફોર્મેટ છે. તેથી, તેમનું ધ્યાન આગામી T20 વર્લ્ડ કપ 2026 પર છે. મેનેજમેન્ટ ગિલને એડજસ્ટ થવા માટે સમય આપવા માંગે છે.

રોહિત અને સિલેક્ટર્સ વચ્ચે મતભેદો

એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે, સિલેક્ટર્સ અને રોહિત શર્મા વચ્ચે મતભેદો હતા, અને "હિટમેન" ટીમ પર પોતાના વિચારો લગાવી રહ્યા હતા. હેડ કોચ ગૌતમ ગંભીરે લગભગ છ મહિના સુધી બધું પોતાની મરજી મુજબ ચાલવા દીધું, વ્યક્તિગત રીતે ટીમની દેખરેખ રાખી. આ સમયગાળા દરમિયાન, રોહિત એકમાત્ર નિર્ણય લેનાર હતો, પરંતુ જ્યારે ભારતને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો, ત્યારે ગૌતમ ગંભીરે દખલ કરી હતી.

વર્લ્ડ કપ પસંદગીમાં વિચાર કરવામાં આવશે

આ પછી, રોહિતને ટેસ્ટ કેપ્ટનશીપ પરથી દૂર કરવામાં આવ્યો. તેના થોડા સમય પછી, તેણે નિવૃત્તિની જાહેરાત કરી. તેમને કહેવામાં આવ્યું હતું કે, કેપ્ટનશીપ છોડ્યા પછી તે ટીમમાં પોતાનું સ્થાન ગુમાવશે. રોહિત અને કોહલી હાલમાં ફક્ત ODI ક્રિકેટમાં સક્રિય છે. બંનેએ ટેસ્ટ અને T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2027 વર્લ્ડ કપ માટે ખેલાડીઓની પસંદગી કરતી વખતે ઉંમર અને ફોર્મ ધ્યાનમાં લેવામાં આવશે.

હવે, બંને માટે આગળનો રસ્તો ખૂબ જ પડકારજનક છે

વિરાટ અને રોહિતને ODI ટીમમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવાનું હજુ નિશ્ચિત નથી, પરંતુ તેમની ભવિષ્યની ભૂમિકાઓ અનિશ્ચિત બની ગઈ છે. હવે બંને ખેલાડીઓ માટે તેમનું કાયમી સ્થાન જાળવી રાખવું પડકારજનક બનશે. પરિણામે, કેટલાક ચાહકો માને છે કે, આ બંને અનુભવી ખેલાડીઓ આગામી ODI વર્લ્ડ કપ પહેલા ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!: જાણો 10 ટીમોના આ 31 મેચ વિનર ફિનિશર્સ વિશે

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!: આ બે બેટ્સમેનમાંથી એકને ટીમમાં મળશે સ્થાન, જાણો

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?