logo-img
Ind Vs Wi Indian Team Makes A Great Start To The Second Test Match

IND vs WI; બીજી ટેસ્ટ મેચ ભારતીય ટીમની શાનદાર શરૂઆત : જાણો લંચ સુધીમાં મેચની મુખ્ય હાઇલાઇટ્સ

IND vs WI; બીજી ટેસ્ટ મેચ ભારતીય ટીમની શાનદાર શરૂઆત
Published by: Offbeat Team
| Last Updated: Oct 10, 2025, 06:44 AM IST

IND vs WI 2nd Test Day 1 Lunch Break: ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ અરુણ જેટલી સ્ટેડિયમ, નવી દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, અને પહેલો સેશન સ્પષ્ટ રીતે ભારતના નામે રહ્યો છે. હાલમાં લંચ બ્રેક સુધીમાં ટીમ ઈન્ડિયાએ 1 વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા છે. કે. એલ રાહુલ 38 રને આઉટ થયા બાદ યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન હજુ નોટઆઉટ છે.

મેચની હાઇલાઇટ્સ લંચ સુધી

ભારતીય ટીમનો સ્કોર 94 રને એક વિકેટ ગુમાવી છે. જોમેલ વોરિકનની ઓવરમાં કે. એલ રાહુલ 38 રને ટેવિન ઇમલાચથી સ્ટમ્પ આઉટ થઈ ગયો. અને યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન લંચ બ્રેક સુધી નોટઆઉટ છે. ભારતીય ટીમની શરૂઆતમાં યશસ્વી જયસ્વાલે અને કે. એલ રાહુલે 58 રનની ભાગીદારી કરી હતી. કે. એલ રાહુલ 11 મી ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થતાં બચી ગયો.

અને કે. એલ રાહુલે જેડન સીલ્સની એક જ ઓવરમાં સળંગ બે ચોગ્ગા ફટકાર્યા હતા.

શરૂઆતની ખાસ મોમેન્ટ્સ

ભારતે પ્રથમ કલાકની રમતમાં કોઈ વિકેટ ગુમાવી ન હતી, અને ભારતીય ટીમનો સ્કોર 29 રને 0 વિકેટ હતો. અનિલ કુંબલેએ બેલ વાગાડીને મેચની શરૂઆત કરી હતી. વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા છે.

ભારતની પ્લેઇંગ-11: શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

વેસ્ટ ઇન્ડીઝની પ્લેઇંગ-11: રોસ્ટન ચેઝ (કેપ્ટન), જોન કેમ્પબેલ, તેજનારાયણ ચંદ્રપોલ, એલિક એથેનાઝ, શાઈ હોપ, ટેવિન ઇમલાચ (વિકેટકીપર), જસ્ટિન ગ્રીવ્સ, જોમેલ વોરિકન, ખૈરી પિયી, એન્ડરસન ફિલિપ, જેડેન સીલ્સ.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now