logo-img
Ind Vs Aus Rohit And Virat Will Arrive In Delhi Before Leaving For Australia

IND vs AUS; રોહિત-વિરાટ ઓસ્ટ્રેલિયા જતા પહેલા દિલ્હી આવશે! : જાણો ક્યારે રવાના થશે ટીમ ઈન્ડિયા

IND vs AUS; રોહિત-વિરાટ ઓસ્ટ્રેલિયા જતા પહેલા દિલ્હી આવશે!
Published by: Offbeat Team
| Last Updated: Oct 09, 2025, 05:31 AM IST

When Will The Indian Team Leave For Australia: ભારતીય ODI ટીમ 15 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીથી બે અલગ બેચમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. ફ્લાઇટ ટિકિટ વ્યવસ્થાના હિસાબ પછી અંતિમ પ્રવાસ કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. ભારત ત્રણ મેચની ODI સીરિઝ રમાશે, ત્યારપછી પાંચ મેચની T20I સીરિઝ રમશે.

બે અલગ જુથમાં રવાના થશે ટીમ ઈન્ડિયા

BCCI ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ખેલાડીઓનું એક જૂથ સવારે રવાના થશે, જ્યારે ખેલાડીઓનું બીજું જૂથ સાંજે વાના થશે. આ લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે બિઝનેસ ક્લાસ ટિકિટની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે.

રોહિત-કોહલી એક દિવસ અગાઉ જોડાશે

પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી, તેમજ નવનિયુક્ત ઉપ-કેપ્ટન શ્રેયસ ઐયર, દિલ્હીમાં બાકીની ટેસ્ટ ટીમમાં જોડાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ અને રોહિત ઓસ્ટ્રેલિયા જવાના એક દિવસ પહેલા નવી દિલ્હી પહોંચશે. ઈન્ડિયાની પહેલી વનડે 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે.

ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ મેચ સમય પહેલા સમાપ્ત થાય તો?

જો ચાલુ ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ મેચ સમય પહેલા સમાપ્ત થઈ જાય, તો ODI ટીમના ખેલાડીઓ દિલ્હીમાં ભેગા થતા પહેલા પોતપોતાના ઘરે થોડા દિવસો વિતાવી શકે છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 10 ઓકટોબરથી 14 ઓક્ટોબર સુધી રમાશે.

શુભમન ગિલ ODI ટીમનો કેપ્ટન બન્યો

ઇન્ડિયન ટીમમાં એક મહત્વપૂર્ણ ફેરફારમાં થયો છે, જેમા શુભમન ગિલને રોહિત શર્માના સ્થાને ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત અને કોહલીના ODI ભવિષ્ય અંગે અટકળો ચાલી રહી હોવા છતાં, બંનેએ 2027 ODI વર્લ્ડ કપ સુધી રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જોકે, આ દરમિયાન ભારત ખૂબ ઓછી 50 ઓવરની મેચ રમશે. હેડ કોચ ગૌતમ ગંભીરે આખી ટીમને રાજેન્દ્ર નગર સ્થિત તેમના ઘરે રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું છે, જેનો હેતુ ટીમની અંદરના બંધન અને એકતાને મજબૂત બનાવવાનો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now