logo-img
Ind Vs Wi Jaiswals Successful Innings Equals Virat Kohlis Record

IND vs WI; બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસનો અંત! : જયસ્વાલની 'યશસ્વી' ઇનિંગ, વિરાટ કોહલીના રેકોર્ડની કરી બરાબરી

IND vs WI; બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસનો અંત!
Published by: Offbeat Team
| Last Updated: Oct 10, 2025, 12:17 PM IST

IND vs WI 2nd Test Day 1 Stumps: અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયાએ મજબૂત પકડ બનાવી લીધી છે. પ્રથમ દિવસના અંતે ભારતે માત્ર બે વિકેટ ગુમાવીને 318 રન બનાવ્યા છે. યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે 173 રન બનાવીને નોટઆઉટ છે. યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઇન્ડિઝ સામેનો પોતાનો શ્રેષ્ઠ સ્કોર નોંધાવ્યો. યશસ્વી જયસ્વાલની સાથે ભારતીય ટેસ્ટ અને ODI ના યુવા કેપ્ટન શુભમન ગિલ 20 રન બનાવીને નોટઆઉટ છે.

ભારતની ઇનિંગ્સની મજબૂત શરૂઆત અને દમદાર અંતટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં કે. એલ. રાહુલ અને યશસ્વી જયસ્વાલે શાનદાર શરૂઆત આપી. કે. એલ રાહુલ અને યશસ્વી જયસ્વાલની વચ્ચે 58 રનની પહેલી ભાગીદારી થઈ હતી. કે. એલ રાહુલ 38 રને સ્ટમ્પ આઉટ થઈ ગયો. કે. એલ રાહુલના આઉટ થયા પછી સાઈ સુદર્શને અને યશસ્વી જયસ્વાલની સાથે મળીને 193 રનની ભવ્ય ભાગીદારી બનાવી હતી. પરંતુ સાઈ સુદર્શન 87 રન બનાવીને LBW આઉટ થઈ ગયો. જોમેલ વોરિકન વેસ્ટ ઇન્ડીઝ તરફથી એકમાત્ર બોલર રહ્યો જેને બંને વિકેટ લીધી.યશસ્વી જયસ્વાલનો રેકોર્ડબ્રેક પર્ફોર્મન્સયશસ્વી જયસ્વાલે ફરી એકવાર સાબિત કર્યું છે કે, કેમ તેમને ભવિષ્યનો સુપરસ્ટાર માનવામાં આવે છે. યશસ્વી જયસ્વાલે સ્ટમ્પ્સ સુધીમાં 173 રન બનાવીને નોટઆઉટ છે. આ ટેસ્ટ સેંચુરી તેના કારકિર્દીની 7મી ટેસ્ટ સેંચુરી છે. યશસ્વી જયસ્વાલે ભારતમાં બીજી વખત 150+ સ્કોર બનાવ્યો. વેસ્ટ ઇન્ડીઝ સામે યશસ્વી જયસ્વાલનો શ્રેષ્ઠ સ્કોર અગાઉ 171 હતો. જે તેને તોડ્યો છે. યશસ્વી જયસ્વાલે વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી, જે ભારતીય ધરતી પર ઓપનિંગ દિવસે જ બે વાર 150+ સ્કોર કરનાર એકમાત્ર બેટ્સમેન હતા. વિરાટ કોહલીએ 2016 માં વિશાખાપટ્ટનમમાં ઇંગ્લેન્ડ સામે અને દિલ્હીમાં શ્રીલંકા સામે આ રેકોર્ડ બનાવ્યો હતો.

ભારતીય ટીમનું પર્ફોર્મન્સ સ્ટમ્પ્સ સુધીમાં

ભારતીય ટીમનો સ્કોર લંચ સુધીમાં 94 રને 1 વિકેટ ગુમાવી હતી. જેમા કે. એલ રાહુલ 38 રને આઉટ થયો હતો. ટી બ્રેક સુધીમાં ભારતે 200 રન પાર કર્યા હતા. ત્યારે યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન રમતા હતા અને ભારતે એક જ વિકેટના નુકસાને 200 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ– સાઈ સુદર્શનની વચ્ચે 306 બોલમાં 193 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર પછી, સાઈ સુદર્શન 87 રન ફટકારીને પોતાના ટેસ્ટ કારકિર્દીની બીજી ટેસ્ટ ફિફ્ટી ફટકારી. યશસ્વી જયસ્વાલે 82 મી ઓવરમાં 150 રન પૂર્ણ કર્યા હતા, અને ભારતીય ટીમે 86 મી ઓવરમાં 300 રન બનાવી દીધા હતા.વેસ્ટ ઇન્ડીઝની ટીમે 82 મી ઓવરમાં બીજો નવો બોલ લીધો. પ્રથમ દિવસનો અંતે ભારતીય ટીમ 318 રને 2 વિકેટ જ ગુમાવી છે. યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શનની ક્લાસિક ભાગીદારીને કારણે ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now