Shubman Gill record: વેસ્ટ ઈન્ડિઝ સામે દિલ્હી ટેસ્ટ મેચના બીજા દિવસે, કેપ્ટન શુભમન ગિલે પણ અજાયબીઓ કરી અને પોતાના ટેસ્ટ કારકિર્દીની 10 મી સેંચુરી પૂર્ણ કરી. ગિલે સેંચુરી ફટકારીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. ગિલ ટેસ્ટમાં કેપ્ટન તરીકે 12 ઇનિંગ્સ પછી સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે. આમ કરીને, ગિલે કેપ્ટન તરીકે વિરાટ કોહલીનો મહાન રેકોર્ડ તોડ્યો છે. અને ગિલે ટેસ્ટમાં છઠ્ઠી વખત કેપ્ટન તરીકે 50+ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય ટેસ્ટ કેપ્ટન તરીકે 12 ઇનિંગ્સ પછી સૌથી વધુ 50+ રન બનાવવાનો રેકોર્ડ એમએસ ધોનીના નામે છે. ધોની 8 વખત 12 ઇનિંગ્સ પછી 50+ રન બનાવવામાં સફળ રહ્યા હતા.
ભારતીય ટેસ્ટ કેપ્ટન તરીકે 12 ઇનિંગ્સ પછી સૌથી વધુ 50+ સ્કોર
8: એમએસ ધોની
7: સુનીલ ગાવસ્કર
6: શુભમન ગિલ
5: વિરાટ કોહલી
5: વિજય હજારે
WTC ના ઇતિહાસમાં ભારત માટે સૌથી વધુ સેંચુરી ક્યાં ખેલાડીના નામે?
ગિલે 177 બોલમાં પોતાની 10 મી ટેસ્ટ સેંચુરી ફટકારી. ગિલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, સાથે જ સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ છે. ગિલે WTC ઇતિહાસમાં 10 સેંચુરી ફટકારી છે.
WTC ઇતિહાસમાં ભારત માટે સૌથી વધુ સેંચુરી
શુભમન ગિલ - 10*
રોહિત શર્મા - 9
યશસ્વી જયસ્વાલ - 7
ઋષભ પંત - 6
કે. એલ રાહુલ - 6
શુભમન ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડની કરી બરાબરી
બીજી તરફ, ગિલે આ વર્ષે કેપ્ટન તરીકે પાંચ ટેસ્ટ સેંચુરી ફટકારી છે, જે ભારતીય કેપ્ટન તરીકે એક વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી છે.
એક કેલેન્ડર વર્ષમાં કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ સેંચુરી
5: શુભમન ગિલ (2025)
5: વિરાટ કોહલી (2018)
5: વિરાટ કોહલી (2017)
4: વિરાટ કોહલી (2016)
4: સચિન તેંડુલકર (1997)
કેપ્ટન તરીકે સૌથી ઝડપી 5 ટેસ્ટ સેંચુરી
વધુમાં, ગિલ કેપ્ટન તરીકે પાંચ ટેસ્ટ સદી ફટકારનાર બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન છે. ગિલે કેપ્ટન તરીકે માત્ર 12 ઇનિંગ્સમાં પાંચ સેંચુરી ફટકારી છે. સુનિલ ગાવસ્કર આ રેકોર્ડમાં સૌથી આગળ છે. સુનિલ ગાવસ્કરે કેપ્ટન તરીકે માત્ર 10 ઇનિંગ્સમાં પાંચ સેંચુરી ફટકારી હતી.
ભારતીય કેપ્ટન તરીકે સૌથી ઝડપી 5 ટેસ્ટ સદી
સુનીલ ગાવસ્કર - 10 ઇનિંગ્સ
શુભમન ગિલ - 12 ઇનિંગ્સ
વિરાટ કોહલી - 18 ઇનિંગ્સ
ડોન બ્રેડમેન અને સ્ટીવ સ્મિથનો રેકોર્ડ તોડ્યો
ગિલે કેપ્ટન તરીકે સૌથી ઝડપી પાંચ ટેસ્ટ સેંચુરી ફટકારવાનો રેકોર્ડ પણ ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો છે. ડોન બ્રેડમેનનો રેકોર્ડ કેપ્ટન તરીકે સૌથી ઝડપી હતો, તેણે 13 ઇનિંગ્સમાં પાંચ ટેસ્ટ સદી ફટકારી હતી. બીજી તરફ, ગિલે કેપ્ટન તરીકે માત્ર 12 ઇનિંગ્સમાં પાંચ સદી ફટકારી છે.
કેપ્ટન તરીકે સૌથી ઝડપી 5 ટેસ્ટ સદી
એલિસ્ટર કૂક - 9 ઇનિંગ્સ
સુનિલ ગાવસ્કર - 10 ઇનિંગ્સ
શુભમન ગિલ - 12 ઇનિંગ્સ
ડોન બ્રેડમેન - 13 ઇનિંગ્સ
સ્ટીવ સ્મિથ - 14 ઇનિંગ્સ
ભારતીય ટીમે પોતાનો પહેલી ઇનિંગ 518 રન પર ડિકલેર કરી. ભારત તરફથી જયસ્વાલે 175 રન બનાવ્યા અને ગિલે નોટઆઉટ 129 રન ફટકાર્યા.