logo-img
Ind Vs Wi End Of The Second Day Of The Second Test Match

IND vs WI; બીજી ટેસ્ટ મેચના બીજા દિવસનો અંત, ભારત મજબૂત સ્થિતિમાં : બેટિંગમાં ગિલ-જયસ્વાલની સેંચુરી અને બોલિંગમાં જાડેજાનો જાદુ!

IND vs WI; બીજી ટેસ્ટ મેચના બીજા દિવસનો અંત, ભારત મજબૂત સ્થિતિમાં
Published by: Offbeat Team
| Last Updated: Oct 11, 2025, 12:07 PM IST

IND vs WI Test Match-2, End Of The Day-2: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની દિલ્હીની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ મજબૂત પકડ બનાવી લીધી છે. બીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 4 વિકેટ ગુમાવીને 140 રન બનાવ્યા છે, અને હજુ પણ 378 રનથી પાછળ છે.

ભારતીય ટીમની બેટિંગ

બીજા દિવસની શરૂઆત ભારતીય ટીમે બીજી ઓવરમાં યશસ્વી જયસ્વાલ રનઆઉટ થઈ ગયો, પરંતુ તેને 175 રનની શાનદાર ઇનિંગ્સ રમી. કેપ્ટન શુભમન ગિલે નોટઆઉટ 129 રન ફટકાર્યા અને ટેસ્ટ કારકિર્દીની 10 મી સેંચુરી નોંધાવી. કે. એલ રાહુલના 38 રન, સાઈ સુદર્શનના 87 રન, ધ્રુવ જૂરેલના 44 રન અને નીતિશ કુમાર રેડ્ડીના 43 રન ફટકાર્યા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જોમેલ વારીકને 3 વિકેટ અને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોસ્ટન ચેઝે 1 વિકેટ લીધી. અને ભારતીય ટીમે 135 મી ઓવરમાં ધ્રુવ જૂરેલના આઉટ થતાંની સાથે 518 રને ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી હતી.

ગિલ-જયસ્વાલની ક્લાસિક સેંચુરી

રોહિત શર્મા અને વિરાટ કોહલીના ટેસ્ટ માંથી રિટાયર્ડ થયા પછી, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. અને ભારતીય ટીમના આધારસ્તંભ બન્યા. યશસ્વી જયસ્વાલે 175 રન ફટકાર્યા, જેમા કેટલાક શાનદાર શોટ્સ હતા. અને કેપ્ટન શુભમન ગિલે ક્લાસિકલ બેટિંગ કરતાં 129 રનની નોટઆઉટ ઇનિંગ્સ રમી.

વેસ્ટ ઇન્ડિઝની શરૂઆત નબળી

વેસ્ટ ઈન્ડિઝની ટીમની કંગાળ શરૂઆત રહી. જેમા રવીન્દ્ર જાડેજાએ ફરી એક વાર સ્પિનનો જાદુ બતાવ્યો અને જોન કેમ્પબેલ 10 રને, તેજનારાયણ ચંદ્રપોલ 34 રને,રોસ્ટન ચેઝ 0 રને રવીન્દ્ર જાડેજાની બોલિંગમાં આઉટ થઈ ગયા. કુલદીપ યાદવે પણ પોતાની બોલિંગનો જાદુ બતાવીને એલિક એથેનાઝ 41 રને પેવિલિયન મોકલ્યો. બીજા દિવસના અંતે, વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 140 રને 4 વિકેટ ગુમાવી દીધી છે. જેમાં શાઈ હોપ 31 રનમાં અને ટેવિન ઇમલાચ 14 રનમાં નોટઆઉટ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now