logo-img
John Campbell Shai Hope Century Partnership From West Indies Team

IND vs WI; બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસનો અંત! : વેસ્ટ ઈન્ડિઝની ટીમે કર્યું શાનદાર પ્રદર્શન, જોન કેમ્પબેલ-શાઈ હોપની શતકીય પાર્ટનરશીપ

IND vs WI; બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસનો અંત!
Published by: Offbeat Team
| Last Updated: Oct 12, 2025, 12:25 PM IST

India vs West Indies Match - 2 Days - 3 Stumps: વેસ્ટ ઈન્ડિઝે દિલ્હી ટેસ્ટના ત્રીજા દિવસે શાનદાર પ્રદર્શન કર્યું. ફોલોઓન રમી રહેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે પોતાની બીજી ઇનિંગ્સમાં 2 વિકેટે 173 રન બનાવી લીધા છે. ત્રીજા દિવસના અંતે જોન કેમ્પબેલ 87 રને અને શાઈ હોપ 66 રને નોટઆઉટ છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં 138 રનની શાનદાર પાર્ટનરશીપ થઈ રહી છે. હવે વેસ્ટ ઈન્ડિઝ ભારતથી ફક્ત 97 રન પાછળ છે.

ભારતે ફોલોઓન કરાવ્યું, કુલદીપ-જાડેજાએ બોલિંગ

દિવસની શરૂઆતમાં, ભારતે વેસ્ટ ઈન્ડિઝને તેમની પ્રથમ ઇનિંગમાં 248 રનમાં ઓલઆઉટ કરી નાખી હતી. ભારતીય કેપ્ટન શુભમન ગિલે 270 રનની લીડ મળ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝને ફોલોઓન કરવાનું કહ્યું. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 5 વિકેટ ઝડપી, જ્યારે રવીન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી એલિક એથેનાઝે 41 રન સાથે સૌથી રન ફટકાર્યા.

ફોલોઓન એટલે શું?

પાંચ દિવસીય ટેસ્ટમાં જો પ્રથમ બેટિંગ કરતી ટીમ 200 કે તેથી વધુ રનની લીડ મેળવે, તો તે વિરોધી ટીમને ફોલોઓન માટે મજબૂર કરી શકે છે. આ સ્થિતિમાં બીજી ટીમે સતત બે ઇનિંગ્સમાં બેટિંગ કરવી પડે છે. ફોલોઓન કરાવવાનો નિર્ણય લીડ ધરાવતી ટીમનો હોય છે કેટલીક વાર ટીમો ફિટનેસ અને પિચની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફોલોઓન લાગુ કરતી નથી.

વેસ્ટ ઈન્ડિઝની બીજી ઇનિંગ્સમાં મજબૂત શરૂઆત

ફોલોઓન બાદ વેસ્ટ ઈન્ડિઝના જોન કેમ્પબેલ અને શાઈ હોપે ટીમને સંભાળી લીધી. બંનેએ શરૂઆતથી જ ધીરજપૂર્વક બેટિંગ કરી. કેમ્પબેલે કુલદીપ યાદવના બોલ પર ફોર ફટકારીને પોતાની પહેલી ટેસ્ટ ફિફ્ટી પૂરી કરી. શાઈ હોપે પણ વોશિંગ્ટન સુંદરના ઓવરમાં સિક્સર ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.

ભારતના બોલરોને શરૂઆતમાં મળી સફળતા

વેસ્ટ ઈન્ડિઝે શરૂઆતમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ સિરાજે તેજનારાયણ ચંદ્રપોલને આઉટ કર્યો, અને વોશિંગ્ટન સુંદરે એલિક એથેનાઝને બોલ્ડ કર્યો.

તે પછી કેમ્પબેલ અને હોપે સારી પાર્ટનરશીપ બનાવી. ટી-બ્રેક સુધી વેસ્ટ ઈન્ડિઝ ટીમનો સ્કોર 35 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. પણ દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 173 રનમાં 2 વિકેટના નુકસાને પહોંચી ગઈ.

પહેલા સેશનમાં ભારતનો દબદબો

ત્રીજા દિવસના પહેલા સેશનમાં ભારતના બોલરોનો જ દબદબો રહ્યો. 29 ઓવરના આ સત્રમાં વેસ્ટ ઈન્ડિઝે ફક્ત 77 રન બનાવી ચાર વિકેટ ગુમાવી દીધી. કુલદીપ યાદવે શાઈ હોપ, ટેવિન ઈમલાચ, એલિક એથેનાઝ અને જસ્ટિન ગ્રીવ્સ જેવા મહત્વના બેટર્સને આઉટ કર્યા. સિરાજે વોરિકન અને બુમરાહે ખૈરી પીયરીને બોલ્ડ કર્યો.

જેડેન સીલ્સને દંડ

મેચના પહેલા દિવસે જેડેન સીલ્સે યશસ્વી જયસ્વાલ તરફ બોલ ફેંક્યો હતો. જોકે, બોલ જયસ્વાલને વાગ્યો ન હતો, છતાં આ વર્તન માટે ICC દ્વારા તેમને દંડ ફટકારવામાં આવ્યો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now