IND vs WI: દિલ્હીમાં ચાલી રહેલી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ મેચ પર સંપૂર્ણ પકડ બનાવી લીધી છે. ત્રીજા દિવસની શરૂઆતથી જ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને વેસ્ટ ઈન્ડિઝને ફક્ત 248 રનમાં ઓલઆઉટ કરી દીધું. ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં 518 રને 5 વિકેટ ગુમાવીને ડિકલેર કર્યા પછી 270 રનની લીડ મેળવી હતી અને ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ ટીમને ફોલો-ઓન કરી રહ્યું છે.
ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન
ભારતીય સ્પિનર કુલદીપ યાદવે ફરી એકવાર પોતાની સ્પિન જાદુ બતાવ્યો. તેણે સૌથી વધુ 5 વિકેટ લીધી. રવીન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી, જ્યારે મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ એ પણ 1-1 વિકેટ લીધી. વેસ્ટ ઈન્ડિઝ ટીમની બેટિંગમાં માત્ર એલિક એથેનાઝ (41) થોડી લડત આપી શક્યો, જ્યારે બાકીની આખી ટીમ ભારતીય બોલરો સામે નબળી પડી ગઈ.
સવારની શરૂઆતથી જ દબદબો
વેસ્ટ ઈન્ડિઝે ત્રીજા દિવસની શરૂઆત 140 રન પર 4 વિકેટ ગુમાવીને શરૂઆત કરી હતી, પરંતુ ટીમ ફક્ત 92 રન જ ઉમેરી શકી. કુલદીપ યાદવે શરૂઆતથી જ દબાણ બનાવ્યું. શાઈ હોપને 36 રને બોલ્ડ કર્યા બાદ તેને ઈમલાચ, ગ્રીવ્સ અને એથેનાઝને પણ આઉટ કર્યા. લંચ પહેલાં જ વેસ્ટ ઈન્ડિઝની ટીમે પોતાની 9 વિકેટ ગુમાવી દીધી હતી.
બુમરાહ અને સિરાજની અસરકારક બોલિંગ
80 ઓવર પૂર્ણ થયા બાદ ભારતે નવો બોલ લીધો અને પહેલી ઓવર મોહમ્મદ સિરાજને આપી. મોહમ્મદ સિરાજે તરત જ વોરિકનને 1 રને બોલ્ડ કરીને પોતાની પહેલી વિકેટ લીધી. અને જસપ્રીત બુમરાહે ખૈરી પીયરીને 23 રને બોલ્ડ કર્યો.
વેસ્ટ ઈન્ડિઝની બેટિંગનો નબળું પ્રદર્શન
વેસ્ટ ઈન્ડિઝની ટીમે પોતાની છેલ્લી 16 ઇનિંગ્સમાં સૌથી વધુ ઓવર રમી છે, પરંતુ સ્કોરબોર્ડ પર રન ઉમેરી શક્યા નથી. ટીમની સ્થિતિ એવી હતી કે, તેઓ એક સમયે રિવ્યૂ લેતા બચ્યા પણ, ટૂંકા અંતરે ફરીથી વિકેટ ગુમાવતા ગયા.
ફોલો-ઓન પછી ભારતનો દબદબો જાળવવાનો પ્રયાસ
ભારતે પહેલી ઇનિંગમાં મોટો સ્કોર ઉભો કર્યા પછી ફોલો-ઓન આપી, વેસ્ટ ઈન્ડિઝને ફરી બેટિંગ માટે બોલાવી છે. હાલમાં વેસ્ટ ઈન્ડિઝની બીજી ઇનિંગ ચાલુ છે અને ટીમ ઈન્ડિયા જીતની નજીક પહોંચી રહી છે. કુલદીપ, જાડેજા અને બુમરાહની ત્રિપુટી ફરી એકવાર આ મેચને એક ઇનિંગ્સથી જીતવાની આશા રહેશે.