IND vs WI, 2nd Test: ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. સિરાજ આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. સિરાજે આ વર્ષે કુલ 37 વિકેટ લીધી છે. અત્યાર સુધીમાં મોહમ્મદ સિરાજે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ત્રણ વિકેટ લીધી છે.
મોહમ્મદ સિરાજભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ 2025 માં સૌથી વધુ ટેસ્ટ વિકેટ મેળવનારા બોલરોની યાદીમાં ટોપ પર છે. સિરાજે અત્યાર સુધીમાં આઠ મેચ રમી છે અને 26.64 ની સરેરાશથી 37 વિકેટ લીધી છે. આ રેકોર્ડમાં મોહમ્મદ સિરાજે બે વખત પાંચ વિકેટ લીધી છે.
મોહમ્મદ સિરાજ દ્વારા એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ
2025 માં 37* (15 ઇનિંગ્સ)
2024 માં 35 (25 ઇનિંગ્સ)
2021 માં 31 (19 ઇનિંગ્સ)
2023 માં 15 (11 ઇનિંગ્સ)
2022 માં 10 (8 ઇનિંગ્સ)
2020 માં 5 (2 ઇનિંગ્સ)
બ્લેસિંગ મુઝારાબાની (ઝિમ્બાબ્વે) – 36 વિકેટઝિમ્બાબ્વેના સ્ટાર ફાસ્ટ બોલર, બ્લેસિંગ મુઝારાબાની, આ યાદીમાં બીજા ક્રમે છે. 2025 સુધીમાં, મુઝારાબાનીએ નવ ટેસ્ટ મેચ રમી છે અને 28.63 ની સરેરાશથી 36 વિકેટ લીધી છે. ટેસ્ટ ઇનિંગ્સમાં સાત વિકેટ લેનાર પ્રથમ ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર હોવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.
મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા) – 29 વિકેટઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક પણ 2025 માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં સામેલ છે, તેને 7 ટેસ્ટ મેચમાં 17.24 ની સરેરાશથી 29 વિકેટ લીધી છે.
નાથન લિયોન (ઓસ્ટ્રેલિયા) – 24 વિકેટનાથન લિયોન તેના રહસ્યમય સ્પિન બોલિંગ માટે જાણીતા છે. આ યાદીમાં ચોથા ક્રમે છે. 2025 માં અત્યાર સુધીમાં, નાથન લિયોને 6 ટેસ્ટ મેચ રમી છે અને 24.04 ની સરેરાશથી 24 વિકેટ લીધી છે. તેમણે 2 વખત ચાર વિકેટ પણ મેળવી છે.
જોમેલ વોરિકન (વેસ્ટ ઈન્ડિઝ) - 23 વિકેટવેસ્ટ ઈન્ડિઝના સ્પિનર જોમેલ વોરિકન આ યાદીમાં પાંચમા ક્રમે છે. તેણે આ વર્ષે અત્યાર સુધીમાં 6 ટેસ્ટ મેચમાં 18.34 ની સરેરાશથી 23 વિકેટ લીધી છે. તેણે 2 વાર પાંચ વિકેટ લીધી છે.