YouTube Earning: ઓનલાઈન કન્ટેન્ટ ક્રિએટર્સ માટે, લાઈવ સ્ટ્રીમિંગ હવે ફક્ત પ્રેક્ષકો સાથે જોડાવાનું માધ્યમ નથી રહ્યું પણ આવકનો મુખ્ય સ્ત્રોત પણ બની ગયું છે. આને ધ્યાનમાં રાખીને, YouTube એ તેના પ્લેટફોર્મ પર Gift Goals નામની એક નવો ફીચર પણ શરૂ કરી રહ્યું છે. આના દ્વારા, ક્રિએટર્સ તેમના ચાહકો પાસેથી ગિફ્ટ્સ લઈને ઝડપથી કમાણી કરી શકશે.YouTube એ સૌપ્રથમ નવેમ્બર 2024 માં ગિફ્ટિંગ સિસ્ટમની જાહેરાત કરી હતી અને હવે 2025 માં તેને વધુ ક્રિએટર્સ માટે રજૂ કરી રહી છે. આ ફીચર હેઠળ, દર્શકો લાઇવ સ્ટ્રીમ દરમિયાન ગિફ્ટ મોકલી શકે છે જે Rubies માં રૂપાંતરિત થાય છે. દરેક 100 Rubies માટે પર ક્રિએટર્સ 1 ડોલર કમાય છે. ખાસ વાત એ છે કે, ગિફ્ટ ફક્ત ત્યારે જ રિડીમ કરી શકાય છે જ્યારે ક્રિએટર્સ વર્ટિકલ ફોર્મેટમાં લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યો હોય. આ ફીચર YouTube સ્ટુડિયોના Earn ટેબમાંથી ચાલુ કરી શકાય છે.
Gift Goals ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે, હવે ક્રિએટર્સ તેમના લાઇવ સ્ટ્રીમ દરમિયાન ટાર્ગેટ નક્કી કરી શકે છે અને ચાહકો તરફથી ગિફ્ટ આપીને તે ટાર્ગેટને પૂર્ણ કરી શકે છે. એટલું જ નહીં, તેઓ તેમના ચાહકોને એ પણ કહી શકે છે કે, જ્યારે ટાર્ગેટ પૂર્ણ થશે ત્યારે તેઓ કેવી રીતે સેલિબ્રેટ કરશે. પહેલા આ વિકલ્પ ફક્ત સુપર ચેટ્સ માટે હતો પરંતુ હવે તે ગિફ્ટ્સ માટે પણ ઉપલબ્ધ છે. જો કે, આ ફીચર ચાલુ કરનારા ક્રિએટર્સને સુપર સ્ટીકર્સનું ઍક્સેસ મળશે નહીં. ગિફ્ટ આપવાની પદ્ધતિ પણ દર્શકો માટે સરળ છે. તેઓ Jewels નામના બંડલ ખરીદી શકે છે જેની કિંમત $0.99 થી $49.99 સુધી છે. એકવાર બંડલ ખરીદ્યા પછી, તેનો ઉપયોગ લાઇવ સ્ટ્રીમ દરમિયાન ઘણી વખત ગિફ્ટ મોકલવા માટે થઈ શકે છે. આ સાથે, દર્શકોને એનિમેટેડ ગિફ્ટ્સનો સેટ પણ મળે છે, જોકે તેમાં કોઈ કસ્ટમાઇઝેશન વિકલ્પ નથી.
આ સુવિધાને વધુ આકર્ષક બનાવવા માટે, YouTube પાત્ર ક્રિએટર્સને પ્રથમ ત્રણ મહિનામાં ગિફ્ટની કમાણી પર $1,000 સુધીનું 50% બોનસ પણ આપી રહ્યું છે. તે સ્પષ્ટ છે કે, YouTube નું નવું Gift Goals ફીચર ફક્ત કમાણી વધારવાનું સાધન નથી પણ સર્જકો અને દર્શકો વચ્ચે વધુ સારી જોડાણ બનાવવાનો એક માર્ગ પણ છે. TikTok ની જેમ, હવે YouTube પણ લાઇવ ગિફ્ટિંગ અંગે સર્જકો માટે એક નવું પરિમાણ ખોલવા જઈ રહ્યું છે, જે આવનારા સમયમાં કન્ટેન્ટોમાં મોટો ફેરફાર લાવી શકે છે.
